આખી દુનિયાને કોરોના ખત્મ કરવા કોઈ ઉપાય નથી મળતો ત્યારે યોગગુરુ બાબા રામદેવ આવ્યા મેદાને- જાણો શું કર્યું?

સમગ્ર વિશ્વ કોરોના રોગચાળાથી પીડિત છે. આ ચેપને ટાળવા માટે તમારી રોગપ્રતિકારક શક્તિ મજબૂત હોવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે, તમારા ખોરાકની કાળજી લેવાની સાથે, તમારે આવી કેટલીક વસ્તુઓ લેવી જોઈએ જે તમારી રોગપ્રતિકારક શક્તિને વેગ આપશે. તાજેતરમાં, આયુષ મંત્રાલયે પણ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો પીવાની સલાહ આપી હતી. આ જીવલેણ કોરોના વાયરસને કારણે લાખો લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. કોરોનાની દવા બનાવવાની રેસમાં જોનસન એન્ડ જોનસન, મોડર્ના, જીલેડ સાયન્સ, પ્ફીઝર અને ગ્લેક્સોસ્મીથક્લાઈન જેવી દિગ્ગજ કંપનીઓ લાગી છે હવે આ રેસમાં પતંજલિ પણ સામેલ થઈ ગઈ છે.

યોગ ગુરુ બાબા રામદેવની કંપની પતંજલિ આયર્વેદે જણાવ્યું છે કે, તેમણે કોરોના વાયરસની સારવાર માટે ક્લિનિકલ ટ્રાયલ શરૂ કર્યા છે. કંપનીએ જણાવ્યું છે કે, તેઓ ઓથોરિટીઝ પાસેથી મંજૂરી મેળવ્યા બાદ માણસો પર ટ્રાયલ શરૂ કરશે. પંતજિલના એમડી આચાર્ય બાલકૃષ્ણે જણાવ્યું છે કે, અમે કોરોનાનો સામનો કરવા માટે માત્ર ઈમ્યુનિટી પાવર વધારવાની વાત નથી કરી રહ્યા પરંતુ સારવાર અંગે પણ ચર્ચા કરી રહ્યા છીએ.

આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, માર્ચમાં અમે હજારો લોકોની સારવાર કરી હતી પરંતુ તેઓ ક્લિનિકલ ટ્રાયલનો ભાગ ન હતા. તેથી અમે અમારી શોધને સારવાર તરીકે રજિસ્ટર્ડ કરાવવા માટે ક્લિનિકલ ટ્રાયલ કરાવવાનો નિર્ણય લીધો છે. બાલકૃષ્ણએ વધુમાં જણાવ્યું હતું કે, ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી મેળવવી સરળ નહતી. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચે મંજૂરી આપી નહતી તેથી અમ ક્લિનિકલ ટ્રાયલ રેગ્યુલેટર ઓફ ઈન્ડિયા પાસેથી મંજૂરી મેળવી હતી અને જયપુર યુનિવર્સિટીના એક વિભાગની સાથે કામ શરૂ કર્યું છે.

પતંજલિના સૂત્રોના જણાવ્યા મુજબ, કંપની પાસે ટેસ્ટ માટે યોગ્ય પ્રમાણમાં સુવિધા ઉપ્લબ્ધ છે. કંપની પાસે ત્રણ લેબ છે જેમાંથી એક લેબ માત્ર કોરોનાની તપાસ માટે જ છે. આચાર્ય બાલકૃષ્ણએ જણાવ્યું હતું કે, અમારી પાસે લગભગ 500 રિસર્ચ છે.

બાબા રામદેવના જણાવ્યા મુજબ, દવાઓથી બનેલો આ ઉકાળો તમને કોરોનાથી જ નહીં બચાવે, પરંતુ તમને અન્ય રોગોથી પણ સુરક્ષિત કરશે. આ ઉકાળો બનાવવા માટે તમારે કોઈ વિશેષ વસ્તુની જરૂર નથી. તમે આ દવાઓ બજારમાંથી સરળતાથી ખરીદી શકો છો. આ ઉકાળો બનાવવાની પદ્ધતિ વિશે જાણો.

ઉકાળો બનવા માટે સામગ્રી:

1 ચમચી આલ્કોહોલ

8-10 તુલસીના પાંદડા

2-4 ગ્રામ તજ

1 ઇંચ તાજા આદુ

1 ઇંચ તાજી હળદર

થોડી કાળી મરી

એક લિટર પાણી

આ બધી વસ્તુઓને એક પાત્રમાં નાંખો અને તેને સારી રીતે પેસ્ટ બનાવો. આ પછી, આ બધી વસ્તુઓ એક લિટર પાણીમાં નાંખો અને તેને સારી રીતે ઉકાળો. જ્યારે 100 અથવા 200 ગ્રામ પાણી બાકી રહે ત્યારે તેને ગાળી લો. ગાળ્યા પછી ધીરે ધીરે તેનું સેવન કરો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *