અવાર-નવાર ગઢડા સ્વામિનારાયણ મંદિર વિવાદોમાં આવતું રહે છે ત્યારે આજે ફરી એક વખત ગઢડા ગોપીનાથજી મંદિર વિવાદોમાં આવ્યું છે. સ્વામિનારાયણ ધર્મના ગઢડા સંપ્રદાયમાં આવેલ ગોપીનાથજી મંદિરમાં આ વખતે સાંખ્યયોગીની બહેનો વચ્ચે છુટાહાથની મારામારી અને ગાળાગાળી થઈ હોવાની ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધવામાં આવી છે. જેના કારણે હાલમાં સમગ્ર સંપ્રદાયમા ખળભળાટ મચી ગયો છે. આ સમગ્ર ઘટનાના સીસીટી પણ સામે આવ્યા છે. ગઢડા મોટીબા સ્મૂતી મંદિર સાંખ્યયોગી બહેનોનો મામલો સામે આવ્યો છે. આચાર્ય-દેવ પક્ષની સાંખ્યયોગી બહેનોએ ઝપાઝપી કરી હતી. બનાવના કેન્દ્રમાં મોટી બા મંદિરની સેવાપૂજાનાં મામલે થયેલી તકરાર છે. દેવ પક્ષ ગઢડા મંદિરના વહિવટના સત્તા સ્થાને છે અને પક્ષની સાંખ્ય યોગિની બહેનો સાથે આચાર્ય પક્ષની બહેનોએ ઝઘડો કર્યો હોવાનો આક્ષેપ છે.
પોલીસના જણાવ્યા અનુસાર, આજ રોજ સવારના સમયે દેવ પક્ષની એક સાંખ્ય યોગી બહેને ફરિયાદ કરી છે કે, મોટીબા મંદિરની સેવા-પૂજાના મામલે આચાર્ય પક્ષની સાંખ્યયોગી બહેનો દ્વારા મારી સાથે ઝઘડો કરવામાં આવ્યો અને મને માર પણ મારવામાં આવ્યો હતો. મને બિભત્સ શબ્દોમાં ગાળો પણ આપવામાં આવી હતી. મૂળમાં જ્યારથી આચાર્ય પક્ષ મંદિરના સત્તાસ્થાનેથી દૂર થયું છે તેના કારણે આ વિવાદો કરવામાં આવ્યા છે. મોટીબા મંદિરમાં સેવાપૂજાના સૌભાગ્યને લઈને બહેનો વચ્ચેની માથાકૂટના કેટલાક હિચકારા વીડિયો પણ સામે આવ્યા છે. ફરિયાદી મહિલાએ પોતાને માર મરાતા ઇજાગ્રસ્ત થયા હોવાનું પણ ફરિયાદમાં નોંધાવ્યુ છે.
ફરિયાદ કરનાર મહિલાએ ગઢડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવતા જણાવ્યું છે કે, આરોપી મહિલાઓ મને જાહેરમાં બિભત્સ શબ્દોમાં ગાળો આપી હતી ને મને માર પણ મારવામાં આવ્યો હતો માર મારતા જુદી જુદી હૉસ્પિટલોમાં સારવાર લેવાની ફરજ પડી હતી. આ ઘટના બાદ ગોપીનાથજી મંદિર સાથે જોડાયેલા હરિભક્તો આઘાતમાં છે. જે મંદિર ભાવ-ભક્તિ, પૂજા-અર્ચના માટે છે ત્યાં રાજકારણ ઘર કરી જતા અવારનવાર વિવાદો સર્જાઈ રહ્યા છે. થોડા સમય પહેલા જ મંદિરમાં એક મહિલાના જાહેરમાં શૌચ ક્રિયાના સીસીટીવી વીડિયો વાયરલ થતા પોલીસ ફરિયાદ અને વિવાદ થયો હતો ત્યારે ફરી વિવાદ સર્જાયો છે.
આચાર્ય પક્ષ અને દેવ પક્ષની લડાઈના કારણે મંદિર સાથે જોડાયેલા ભક્તોની શ્રદ્ધાને આહત પહોંચતા ગંભીર સવાલો સર્જાયા છે. ભક્તિનો ઘડો લાડવો થઈ જતા ફક્ત રાજકારણ પ્રેરિત ઘટનાઓના કારણે આ મંદિર સાથે જોડાયેલા હરિભક્તોમાં દુખની લાગણી છવાઈ ગઈ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: https://news.google.com/publications/CAAqBwgKMPbxlQswiZWtAw?hl=en-IN&gl=IN&ceid=IN:en