હિન્દુત્વની તાલિબાન સાથે સરખામણી કરીને સ્વરા ભાસ્કરે કરી મોટી ભૂલ, સોશિયલ મીડિયા પર લોકો ભાંડી રહ્યા છે એવું એવું કે…

ફિલ્મ અભિનેત્રી સ્વરા ભાસ્કર ઘણીવાર પોતાના નિવેદનો દ્વારા હેડલાઇન્સમાં રહે છે. દરેક મુદ્દા પર બોલનાર સ્વરા ભાસ્કર ટ્વિટર પર ભારે ટ્રોલ થઈ રહી છે. તે પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ દ્વારા લોકો વચ્ચે તાલિબાન અને અફઘાનિસ્તાનના સમાચારો પર સતત પોતાની વાત રાખી રહી છે. એ જ રીતે, તેણે એવું ટ્વીટ કર્યું કે લોકો સોશિયલ મીડિયા પર તેની ધરપકડ  થાય તેવી માંગણી કરી રહ્યા છે.

હકીકતમાં, તેમના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી ટ્વીટ કરીને તેમણે તાલિબાન આતંકવાદીઓની તુલના હિન્દુત્વ સાથે કરી હતી. તેમણે લખ્યું કે, ‘અમે હિન્દુત્વના આતંકથી ઠીક ન હોઈ શકીએ અને તાલિબાનના આતંકથી બધા ચોંકી ગયા અને તબાહ થઈ ગયા. અમે તાલિબાનના આતંક સાથે શાંત બેસી શકતા નથી અને પછી હિન્દુત્વના આતંક વિશે ગુસ્સે થઇ રહ્યા છીએ. આપણા માનવીય અને નૈતિક મૂલ્યો ઉત્પીડિત ઓળખ પર આધારિત ન હોવા જોઈએ.આ જ ટ્વીટ પર લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.

ફિલ્મ નિર્માતા અશોક પંડિતે સ્વરા ભાસ્કરના ટ્વિટને નિશાન બનાવીને એક વીડિયો પણ ટ્વિટ કર્યો છે. તેણે લખ્યું કે મેડમ ઘુમાવી ઘુમાવીને વાતો ન કરો. ખાલી એવું બોલોને કે તાલિબાનનો ધર્મ આતંકવાદ છે. તમને આ વીડિયો જોઈને કેવું લાગે છે? હિન્દુત્વ વિશે તમારા મોઢામાંથી કશું સારું નીકળતું નથી. અન્ય એક ટ્વિટમાં તેમણે લખ્યું કે જો મોહતર્મા હિંદુ જેવા હોત તો તમારા જેવા લોકો ટ્વીટ કરવાને લાયક ન હોત. તેનો આભાર માનો કે, તમારા શબ્દો ખોટા છે. આ સાથે તેમણે #ArrestSwaraBhaskar પણ લખ્યું છે.

એક ટ્વિટર યુઝરે યુપી પોલીસને ટેગ કરીને માંગ કરી હતી કે તેમની સામે કડક કાર્યવાહી થવી જોઈએ. તે હિંદુઓ વિરુદ્ધ આવા નિવેદન આપીને તોફાનો કરવા માંગે છે. પ્રાચી શર્મા નામના ટ્વિટર યુઝરે #ArrestSwaraBhaskar સાથે લખ્યું કે આ મહિલા પાગલ છે, બહાર રહેવું હાનિકારક છે. તે પોતાની તાર્કિક વાતોથી લોકોનું મન બગાડે છે. તેથી તેમની ધરપકડ થવી જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *