ગુજરાત(Gujarat): હાલમાં જ એક વૃદ્ધ પર મધમાખીના ઝુંડે હુમલો કરતા એક વ્યક્તિનું તડપી તડપીને કરુણ મોત થયું છે. જો વાત કરવામાં આવે તો નવસારી(Navsari)માં વીરવાડી(Virwadi) ખાતે હનુમાનજી મંદિરે(Hanumanji temple) દર્શનાર્થે પહોંચેલા કબીલપોર કેસરપાર્ક સોસાયટીમાં રહેતા વૃદ્ધ ઉપર એક સાથે અનેક મધમાખીએ હુમલો કરી દેતા તેના ડંખથી વૃદ્ધને સારવાર મળે તે પહેલા જ દર્દનાક મોત નીપજતા ચકચાર મચી જવા પામી હતી.
મળતી માહિતી અનુસાર, નવસારીથી ગ્રીડ બાજુ જતા રોડ પર આવેલ કેસરપાર્ક સોસાયટીમાં રહેતા અને હાલ કાલીયાવાડી દેસાઇવાડમાં રહેતા દીકરીને ત્યાંથી ગુણવંતભાઇ મગનલાલ નાયક રવિવારના રોજ સાંજના 5.15 વાગ્યાની આજુબાજુ વીરવાડી સ્થિત હનુમાન મંદિરે દર્શન કરવા માટે પહોંચ્યા હતા.
મહત્વનું છે કે, ત્યાં તેઓ પોતાની બાઇક મંદિરના કમ્પાઉન્ડ આગળ પાર્ક કરીને મંદિરમાં જવા માટે નીકળ્યા હતા ત્યાં અચાનક જ હજારો મધમાખીનો પુડો તેમના માથા પર તૂટી પડ્યો હતો અને તેમા રહેલી મધમાખીઓએ વૃદ્ધના માથા, નાક અને કાનમાં ધુસી ગયા હતા અને ડંખ માર્યા હતા. અચાનક જ બનેલી આ ઘટનાને કારણે વૃદ્ધ પણ હેબતાઇ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, જો કે તેણે હિંમત રાખીને તેમણે પરિવારના સભ્યોને સમગ્ર ઘટના અંગેની જાણ ફોન દ્વારા કરી દીધી હતી. પરંતુ પરિવારના સભ્યો પહોંચે તે પહેલાં હજારો મધમાખીઓના ડંખ તેમને લાગી ચૂક્યા હતાં તરત જ નજીકની કેજલ હોસ્પિટલમાં તેમને સારવાર માટે લઇ જવામાં આવ્યા હતા પરંતુ મધમાખીઓના અસંખ્ય ડંખને કારણે તેમનું મોત થયું હતું.
મૃતકનો દીકરો પરિમલ નાયકે જણાવતા કહ્યું હતું કે, પિતા સાંજના સમયે વીરવાડી મંદિરે દર્શન કરવા માટે ગયા હતા. ત્યારે અચાનક જ અનેક મધમાખીએ હુમલો કરી દેતા પિતાજીનું દર્દનાક મોત થયું હતું. આવા સ્થળે જ્યાં મોટી સંખ્યામાં લોકો આવાગમન કરે છે ત્યા બીજી વખત આવી સ્થિતિ ઉભી ન થાય તે માટે ટ્રસ્ટીગણ દ્વારસ મધપુડો દૂર કરાવવો જોઇએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.