ભુપેન્દ્ર સરકારમાં જાણો કોણ-કોણ બનશે મંત્રી- અનેક ધારસભ્યોને રાતે આવ્યા ફોન

ગુજરાત(Gujarat): આજે ગુજરાતના મુખ્યમંત્રી તેમજ મંત્રીમંડળની શપથવિધિનો કાર્યક્રમ યોજાવા માટે જઇ રહ્યો છે. ત્યારે ગઇ કાલે રાત્રે જ PM મોદી અમદાવાદ(Ahmedabad) આવી પહોચ્યા હતા. જ્યાં તેઓનું એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. અમે તમને જણાવી દઇએ કે, આજે ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદના શપથ લેશે. આથી આજે અમદાવાદ એરપોર્ટ ખાતે અનેક VVIP મહેમાનોનો જમાવડો થશે.

મહત્વનું છે કે, શપથવિધિ માટે 20 ચાર્ટર્ડ સહિત ફ્લાઇટમાં VVIPની અવરજવર રહેશે. રવિવારના રોજ ખુદ ગૃહમંત્રી અમિત શાહ અને આસામના મુખ્યમંત્રી પણ આવી ગયા હતા. આ શપથવિધિમાં 7 રાજ્યોના મુખ્યમંત્રી ચાર્ટર્ડ લઇને આવશે. ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને હરિયાણાના મુખ્યમંત્રી મનોહરલાલ ખટ્ટર તેમજ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમાઈ, મધ્ય પ્રદેશના અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તેમજ ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી પણ શપથવિધિમાં ઉપસ્થિત રહેશે.

મંત્રીમંડળના શપથ માટે જાણો ક્યાં ક્યાં ધારાસભ્યોને આવ્યા ફોન:
અમે તમને જણાવી દઇએ કે, મંત્રીમંડળના શપથ માટે ધારાસભ્યોને ફોન કરવામ આવ્યા હતા. મંત્રી મંડળમાં સમાવેશ કરાયેલ ધારાસભ્યોને પ્રદેશ ભાજપ કાર્યાલય તરફથી ફોન આવ્યા હતા. જે નામમાં ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ, રાઘવજી પટેલ, મુળુભાઈ બેરા, પુરુષોત્તમ સોલંકી, કુંવરજી બાવળીયા, ભાનુબેન બાબરીયા, કુબેર ડિંડોર, બળવંતસિંહ રાજપૂત, બચુ ખાબડ, જગદીશ પંચાલ, ભીખુસિંહ પરમાર, મુકેશ પટેલ, હર્ષ સંઘવી અને પ્રફુલ પાનસેરીયાનો મંત્રી મંડળમાં સમાવેશ કરવામાં આવશે. શપથવિધિ બાદ કેબીનેટની બેઠકમાં ખાતાની પણ ફાળવણી કરવામાં આવશે.

વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ જનતાએ અગાઉના તમામ ચૂંટણીના રેકોર્ડ તોડીને ભાજપને મહત્તમ બેઠકો આપીને એક નવો ઈતિહાસ રચ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે 156 સીટ મેળવીને પ્રચંડ વિજય મેળવ્યો છે, જયારે કોંગ્રેસ પાર્ટીને 17 સીટ મળી છે અને આમ આદમી પાર્ટીનો 5 બેઠક પર વિજય થયો છે. જયારે અપક્ષને 4 બેઠક મળી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *