એક રિસર્ચ અનુસાર, લીમડો ડાયાબિટીસથી પીડાતા લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ ઉપરાંત જે લોકો પોતાના વધી ગયેલા વજનથી પરેશાન છે તેના માટે પણ લાભદાયક સાબિત થયો છે. આયુર્વેદના અનુસાર લીમડામાં સમાયેલા પોષક તત્વો વિવિધ બિમારીઓથી સુરક્ષિત રાખવામાં ખૂબ જ મદદગાર છે.
વાળ સફેદ થવા : જલ્દી વાળ સફેદ નથી થવા દેવા તો લીમડો માત્ર એક ઉપાય છે. લીમડામાં સમાયેલા પોષક તત્વો વાળને જલ્દી સફેદ થવા દેતા નથી. માત્ર એટલું જ નહીં વાળ ખરવાની સમસ્યા હોય તો તે પણ દૂર કરે છે. વાળમાંથી ખોડો દૂર કરવા માટે લીમડાનો સારો ઉપયોગ થાય છે.
તનાવ દૂર કરે છે : એક સંશોધન અનુસાર એવું સાબિત થયું છે કે, લીમડામાં સમાયેલ લીનાલૂલ નામનું તત્વ માનસિક તણાવને દૂર કરે છે. માનસિક તણાવથી મગજને શાંત કરવામાં મદદરૂપ થાય છે. ડિપ્રેશન ઓછું કરવા માટે લીમડાનું તેલ ફાયદાકારક સાબિત થયું છે.
લીવર : લીવર માટે લીમડાને ગુણકારી તત્વ કહો છે. અધિક માત્રામાં આલ્કોહોલનું સેવન અથવા તો અસમતોલ આહાર થી લીવર બગડવાની શક્યતા વધી જતી હોય છે.કમજોર લીવર માટે લિંમડો ફાયદાકારક સાબિત થયો છે તેમાં સમાયેલા વિટામિન એ અને સી લીવર માટે લાભકારી છે.
ડાયાબિટીસ : ડાયાબિટીસથી પીડાતી વ્યક્તિઓ માટે લીમડાનું સેવન ખુબ જ ફાયદાકારક છે. તેમાં સમાયેલા ફાઇબર ઇન્સુલીન પર સારો પ્રભાવ પડે છે જેથી ડાયાબિટીસના વળી વ્યક્તિઓની બ્લડ શુગર કંટ્રોલમાં રહે છે.
વજન ઘટાડવામાં મદદરૂપ છે : શરીર પર ચરબીના થર જામ્યા હોય તો લીમડાનું સેવન ફાયદાકારક સાબિત થાય છે.તે ખાવાથી વજન કંટ્રોલમાં રહે છે અને પાચનક્રિયાને સુધારે છે જેથી કબજીયાતની તકલીફ દૂર થાય છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.