Danushka Gunathilaka: સિડની પોલીસે શ્રીલંકાના ઓપનર દાનુષ્કા ગુનાથિલાકાની ધરપકડ કરી છે. તેમની સામે દુષ્કર્મના આરોપ બાદ આ ધરપકડ કરવામાં આવી છે. હાલમાં તે સિડનીમાં છે, જ્યારે શ્રીલંકાની બાકીની ટીમ ટી20 વર્લ્ડ કપ 2022માંથી બહાર થઈને કોલંબો જવા રવાના થઈ ગઈ છે.
દાનુષ્કા પર 29 વર્ષની એક મહિલાએ યૌન શોષણનો આરોપ લગાવ્યો છે. મહિલાનું કહેવું છે કે દાનુષ્કાએ તેના ઘરે તેનું યૌન શોષણ કર્યું છે. આ ઘટના આ અઠવાડિયાની શરૂઆતમાં બની હોવાનું કહેવાય છે.
ન્યૂ સાઉથ વેલ્સ પોલીસે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે, ‘બંને એક ઓનલાઈન ડેટિંગ એપ દ્વારા ઘણા દિવસોની વાતચીત પછી મળ્યા હતા. આરોપ છે કે 2 નવેમ્બર 2022ની સાંજે દાનુષ્કાએ મહિલાનું યૌન શોષણ કર્યું હતું. આ પછી, પોલીસે આગલા દિવસે મહિલાના રહેઠાણ ‘રોઝ બે’ ખાતે ક્રાઇમ સીનની તપાસ હાથ ધરી હતી. તપાસ બાદ 31 વર્ષીય દાનુષ્કાની સિડનીની સસેક્સ સ્ટ્રીટ પરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી. નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ગુણાથિલકાને ટીમ હોટલથી સીધા સિડની પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેમની સંમતિ વિના શરીર સુખ માણવા બદલ તેની સામે કેસ નોંધવામાં આવ્યો હતો.
ગુણાથિલકા ઈજાના કારણે બહાર થયો હતો
દાનુષ્કા ગુનાથિલાકા T20 વર્લ્ડ કપ 2022માં શ્રીલંકાની ટીમનો ભાગ હતો. જોકે અહીં તે માત્ર એક જ મેચ રમી શક્યો હતો. તે નામિબિયા સામે પ્રથમ રાઉન્ડની પ્રથમ મેચમાં ઉતર્યો હતો. આ મેચમાં તે ખાતું ખોલાવ્યા વગર જ પેવેલિયન પરત ફર્યો હતો. આ પછી તે ઈજાગ્રસ્ત થયો હતો અને સમગ્ર ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. તેના સ્થાને આશિન બંદરાને ટીમમાં સામેલ કરવામાં આવ્યો હતો. જોકે, તેની બદલી કરવામાં આવી હોવા છતાં ગુણાથિલાકા ઓસ્ટ્રેલિયામાં જ ટીમ સાથે સંકળાયેલા હતા.
લેફટી બેટ્સમે ગુણાથિલકાને શ્રીલંકા માટે અત્યાર સુધીમાં 100 થી વધુ આંતરરાષ્ટ્રીય મેચ રમી છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેના નામે અઢી હજારથી વધુ રન નોંધાયેલા છે. ગુણાથિલકાએ નવેમ્બર 2015માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ કર્યો હતો. તેણે 47 ODI, 46 T20 ઈન્ટરનેશનલ અને 8 ટેસ્ટ મેચમાં શ્રીલંકાનું પ્રતિનિધિત્વ કર્યું છે. તેણે વનડેમાં બે સદી પણ ફટકારી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.