સિરિયા(Syria): આજકાલ એવા ઘણા બનાવો સામે આવતા હોય છે જેમાં પારિવારિક વિવાદ(Family dispute)નો કરુણ અંજામ આવતો હોય છે. ત્યારે આવો જ એક કિસ્સો સિરિયામાંથી સામે આવ્યો છે. જેમાં રાજધાની ટાર્ટસ(Tartus)માં આવેલા જસ્ટિસ પેલેસ(Justice Palace) સામે એક ગ્રેનેડ(Grenade) ફૂટતાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે.
આ અંગે રિપોર્ટ્સના જણાવ્યા અનુસાર, બે ભાઈ વચ્ચે પારિવારિક વિવાદ ચાલી રહ્યો હતો. બંને ભાઈ વકીલ સાથે જસ્ટિસ પેલેસ પહોંચ્યા હતા અને ત્યારે જ વિવાદ વધી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ દરમિયાન, એક ભાઈએ ગ્રેનેડ હુમલાની ધમકી આપતાં વકીલ દ્વારા એને રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ, વકીલ તેને પકડીને રોકે તે પહેલાં જ તેણે ગ્રેનેડ ફોડ્યો હતો.
કોર્ટની બહાર ગ્રેનેડ ધડાકો થયો અને વકીલ સહિત ત્રણના ફુરચા ઊડી ગયા, જુઓ સીરિયાના શૉકિંગ દૃશ્યો #cort #vakil #trishulnews #topnewstoday #gujaratinews #breakingnews #newsupdate #viralvideo pic.twitter.com/HDryI12jtF
— Trishul News (@TrishulNews) September 29, 2021
જાણવા મળ્યું છે કે, આ બ્લાસ્ટમાં બંને ભાઈ સાથે વકીલના પણ ફુરચા ઊડી ગયા હતા. આ સાથે જ ઘટનાસ્થળે હાજર 11 લોકો પણ ઘાયલ થયા હતા. બોમ્બઘડાકાની આ ઘટના બાદ તાત્કાલિક ઓથોરિટીએ આખા વિસ્તારને કોર્ડન કરીને સુરક્ષા વ્યવસ્થાને સઘન બનાવી દીધી હતી. આ મામલે સત્તાવાળાઓ દ્વારા પણ આવું હિચકારું પગલું ભરવા પાછળના કારણને જાણવા માટે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.