ઇન્ડિયન વિમેન્સ ટી-20 ઇન્ટરનેશનલ ક્રિકેટ ટીમ સુરત આવી પહોંચી..,જુઓ વિડીયો

આવતીકાલે બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવન સાથે પ્રેક્ટિસ મેચ રમશે..

24 સપ્ટેમ્બરથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે સુરતના લાલભાઈ કોન્ટ્રાકટર સ્ટેડિયમ ખાતે રમાશે પાંચ ટી-20 મેચ…

સ્ટેડિયમને નવા રંગ રૃપડ્રેસિંગ રૃમ્સની સજાવટસાઇડ સ્ક્રીન વગેરે ટેકનીકલી તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઇ રહ્યો છે. શ્રેણીની પ્રથમ મેચ તા-૨૪મી સપ્ટેમ્બરે સાંજે ૭ વાગ્યા શરૃ થશે. ત્યારબાદ ૨૬મી સપ્ટેમ્બર૨૯મી સપ્ટેમ્બર૧લી ઓક્ટોબરઅને ૪થી ઓક્ટોબરે મેચ રમાશે. આ તમામ મેચ ડે-નાઇટ રહેશે. મેચનો આરંભ સાંજે ૭ વાગ્યાથી થશે. ક્રિક્રેટપ્રેમીઓ વિનામૂલ્યે મેચ નિહાળવા આવી શકશે.  સ્ટાર સ્પોર્ટસ અને ઓલ ઇન્ડિયા રેડિયો પર મેચનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે.

આ છેભારતીય ટીમ

ભારતીય ટીમમાં હરમનપ્રીત કૌર(કેપ્ટન)સ્મૃતિ મંધાના(વા.કે.)જેમિમા રાડ્રીગેજદીપ્તી શર્માતાન્યા ભાટીયા(વિકેટકીપર)પૂનમ યાદવશિખા પાંડેઅરૃંધતિ રેડ્ડીપૂજા વસ્ત્રાકરરાધા યાદવવેદા કૃષ્ણમૂર્તિહરલીન દેઓલઅનુજા પાટિલશેફાલી વર્મા અને માનસી જોશીનો સમાવેશ થાય છે. આફ્રિકાની ટીમની સુકાની સુને લુસ છે. જ્યારે બોર્ડ પ્રેસિડન્ટ ઇલેવનની સુકાની સુષ્મા વર્મા છે.

૧૫ વર્ષીય શેફાલી વર્માની સુરતમાં થઇ શકે છે ડેબ્યુ મેચ

જેની બેટિંગની તુલના સચિન તેંડુલકર સાથે થાય છે એ હરીયાણાની ૧૫ વર્ષીય શેફાલી વર્માની ભારતીય મહીલા ટી-૨૦ ટીમમાં પસદંગી થઇ છે. સુરતમાં શેફાલિની પ્રથમ ઇન્ટરનેશનલ ડેબ્યૂ થઇ શકે છે. શેફાલી સચિન તેંડુલકરને પોતાનો આદર્શ માને છે. રાઇટ હેન્ડ બેટ્સમેન અને રાઇટ હાથથી ઓફ સ્પિન બોલિંગ કરતી શેફાલીએ ઘરઆંગણાની ટી-૨૦ મેચમાં હરિયાણા તરફથી નાગાલેન્ડ સામે ઝંઝાવાતી બેટિંગ કરીને માત્ર ૫૬ બોલમાં ૧૨૮ રન ફટકાર્યા હતાં. તેની ટી-૨૦ સ્ટાઇલની બેટિંગથી જ તેની પસંદગી થઇ છે. સુરતનું ઇન્ટરનેશન મેચમા ડેબ્યૂ સાથે શેફાલીનું ઇન્ટરનેશનલ ડેબ્યૂ માણવુ રસપ્રદ રહેશે.

પાંચ ટી-૨૦ મેચનો કાર્યક્રમ

પ્રથમ મેચ -તા-૨૪મી સપ્ટેમ્બર

બીજી મેચ- તા-૨૬મી સપ્ટેમ્બર

ત્રીજી મેચ- તા-૨૯મી સપ્ટેમ્બર

ચોથી મેચ- તા- ૧લી ઓક્ટોબર

પાંચમી મેચ- તા- ૪થી ઓક્ટોબર

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને Whatsapp, FacebookTwitterInstagramઅને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *