T20 વર્લ્ડ કપ(T20 World Cup)માં ભારત સામેની ઐતિહાસિક જીત(Historic victory)ની ઉજવણીમાં પાકિસ્તાનીઓએ હોબાળો મચાવ્યો હતો. ઇસ્લામાબાદ, કરાચી, રાવલપિંડી અને ક્વેટા જેવા મોટા શહેરોમાં રવિવારે રાત્રે હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન મોટી સંખ્યામાં લોકોએ હવામાં ફાયરિંગ કરીને ખુશી પણ વ્યક્ત કરી હતી. એકલા કરાચીમાં જ અલગ અલગ જગ્યાએ હવાઈ ફાયરિંગ(Firing)ની ઘટનાઓમાં ઓછામાં ઓછા 12 લોકો ઘાયલ(12 people injured) થયા છે.
કરાચીમાં ફાયરિંગમાં પોલીસકર્મી સહિત 12 ઘાયલ:
કરાચી પોલીસે જણાવ્યું કે, રવિવારે રાત્રે ઉજવણી દરમિયાન શહેરના જુદા જુદા ભાગોમાં ગોળીબાર કરવામાં આવ્યો હતો. આ દરમિયાન અજાણ્યા લોકોના ફાયરિંગમાં સબ-ઇન્સ્પેક્ટર સહિત 12 લોકો ઘાયલ થયા હતા. કરાચીના ઓરંગી ટાઉન સેક્ટર-4 અને 4K ચૌરંઘીમાં અજાણી દિશામાંથી આવતી ગોળીઓને કારણે બે લોકો ઘાયલ થયા છે. પોલીસે જણાવ્યું હતું કે ગુલશન-એ-ઈકબાલ ખાતે હવાઈ ગોળીબારમાં સામેલ લોકો સામેની કાર્યવાહી દરમિયાન એક સબ ઈન્સ્પેક્ટરને ગોળીથી ઈજા થઈ હતી.
પાકિસ્તાનીઓ શેરીઓમાં નાચતા અને ગાતા જોવા મળ્યા હતા:
આ બે ઘટનાઓ સિવાય કરાચીના સચલ ગોથ, ઓરંગી ટાઉન, ન્યુ કરાચી, ગુલશન-એ-ઈકબાલ અને મલીર સહિતના જુદા જુદા વિસ્તારોમાં હવાઈ ગોળીબારના અહેવાલ છે. લોકોએ રસ્તાઓ પર ઘણા ફટાકડા ફોડ્યા હતા. લોકો રસ્તા પર ડાન્સ કરી રહ્યા હતા, સાથે જ પાકિસ્તાનના સોશિયલ મીડિયા પર પણ આ ખુશી જોવા મળી હતી.
ઈમરાન ખાને ટીમને જીત પર અભિનંદન પાઠવ્યા:
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ટી20 વર્લ્ડ કપમાં જીત બદલ ટીમને અભિનંદન પાઠવ્યા છે. તેમણે ટ્વિટ કરીને લખ્યું કે, પાકિસ્તાની ટીમને અભિનંદન ખાસ કરીને બાબર આઝમ, જેમણે ખૂબ હિંમતથી ટીમનું નેતૃત્વ કર્યું અને રિઝવાન અને શહીન આફ્રિદી, જેમણે શાનદાર પ્રદર્શન કર્યું.
પાક આર્મી ચીફ પણ અભિનંદન આપતા જોવા મળ્યા:
પાકિસ્તાન આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવાએ પણ પાકિસ્તાની ક્રિકેટ ટીમને જીત પર અભિનંદન આપ્યા હતા. DG ISPRએ ટ્વીટ કરીને લખ્યું કે, આર્મી ચીફ (COAS) એ પાકિસ્તાન ક્રિકેટ ટીમને ICC T20 વર્લ્ડ કપ મેચમાં ભારત સામેના શાનદાર પ્રદર્શન અને વ્યાપક જીત માટે અભિનંદન પાઠવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.