સુરત ફાયર વિભાગની પ્રશંસનીય કામગીરી ફરી એકવાર સામે આવી છે. મોટા વરાછા ઉતરાણ પુલ પરથી સવારે 1 કલાકે તાપી નદીમાં ઝંપલાવી આપઘાતનો પ્રયાસ કરનાર યુવાનનો જીવ ફાયર વિભાગની ટીમે બચાવી લીધો છે. ઘટનાની જાણ થતાં ફાયરની ટીમ થોડીવારમાં ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બે ફાયરમેન નદીમાં ઉતર્યા હતા અને દોરડું ફેંકીને યુવાનને બચાવ્યો હતો. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આપઘાતનો પ્રયાસ કરનાર યુવકે યોગ્ય નોકરી ન મળતાં આ આત્યંતિક પગલું ભર્યું હતું.
ફાયર બ્રિગેડના સુત્રો પાસેથી પ્રાપ્ત વિગતો મુજબ રાત્રે એક વાગ્યે ફાયર કંટ્રોલ રૂમને ફોન આવ્યો હતો કે મોટા વરાછા ઉતરાણ પુલ પરથી એક યુવકે તાપી નદીમાં ઝંપલાવ્યું છે. આથી ફાયર ઓફિસર રાહુલ બાલાસર સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તરત જ દોરડું ફેંકી, માર્શલ લીડર સાથે નદીમાં પડ્યા અને યુવકને બચાવ્યો.
ફાયર ઓફિસરના જણાવ્યા અનુસાર, યુવકે તાપી નદીમાં કૂદકો માર્યો હોવાની માહિતી મળતાં તેઓ ઘટનાની ગંભીરતા સમજીને ઘટનાસ્થળે પહોંચ્યા હતા. બીજી તરફ ઘટના અંગે 108ની ટીમને પણ જાણ કરવામાં આવી હતી. અને મોડીરાત્રે યુવકને બચાવીને તેનો જીવ બચાવી શકાયો હતો.
યુવકની પૂછપરછ કરતાં તેનું નામ 22 વર્ષીય જેની પરમાર હોવાનું તેણે જણાવ્યું હતું કે, યોગ્ય નોકરી ન મળવાથી તે ડિપ્રેશનમાં રહેતો હતો અને તેથી જ તેણે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. નોંધપાત્ર વાત એ છે કે, જ્યાં ફાયર વિભાગની આ પ્રકારની પ્રશંસનીય કામગીરી અવારનવાર જોવા મળે છે ત્યાં ફરી એકવાર ફાયર વિભાગની સતર્કતાએ એક યુવકનો જીવ બચાવ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.