સ્વાદ પ્રેમીઓ રાજકોટ APMCમાં કાચી કેરીની મબલખ આવક! એક બોક્સનો જાણો કેટલા રૂપિયા બોલાયો ભાવ

Rajkot APMC: માર્કેટ યાર્ડમાં અનાજની આવક બંધ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડ(Rajkot APMC) હવે રાબેતા મુજબ આગામી 2 એપ્રિલથી શરૂ થશે. ત્યારે આજે રાજકોટ…

Rajkot APMC: માર્કેટ યાર્ડમાં અનાજની આવક બંધ થઈ ગઈ છે. રાજકોટ માર્કેટ યાર્ડ(Rajkot APMC) હવે રાબેતા મુજબ આગામી 2 એપ્રિલથી શરૂ થશે. ત્યારે આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરી, ટામેટા અને બટાકા સહિતના શાકભાજીની આવક શરૂ છે.ઉનાળાની શરૂઆત થતા માર્કેટમાં કાચી કેરીની આવક શરૂ થઈ છે.ત્યારે કેરી પકવતા ખેડૂતોને કાચી કેરીના સારા ભાવ મળી રહ્યા છે.

રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની આવક
અગાઉ રાજકોટ માર્કેટ યાર્ડમાં કાચી કેરીની 97 ક્વિન્ટલ આવક થઈ હતી. હજી કાચી કેરીની શરૂઆત થઈ હોવાથી કાચી કેરીના ભાવ ખેડૂતોને સારા ભાવ મળી રહ્યા છે. યાર્ડમાં અત્યારે કાચી કેરીની 103 ક્વિન્ટલ આવક થઈ છે. તેમજ કાચી કેરીના એક મણનો ભાવ અત્યારે 500થી 900 રૂપિયા બોલાઈ રહ્યો છે.જેને લઈને ખેડૂતોમાં પણ ખુશી જોવા મળી હતી.

જાણો ટામેટા-મરચાંની કેટલી આવક થઈ?
રાજકોટ માર્કેટ યાર્ડમાં ટામેટાની 1253 ક્વિન્ટલ આવક થઈ હતી. ટામેટાના 200થી 400 રૂપિયા એક મણનો ભાવ બોલાયો હતો. ટામેટાની સાથે સાથે મરચાની 280 ક્વિન્ટલ આવક થઈ હતી. લીલા મરચાંના ખેડૂતોને 500 થી 850 રૂપિયા ભાવ મળ્યા હતા.

લીંબુની આવક
માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળ્યા હતા. ખેડૂતોને એક મણ લીંબુના 1800 થી 2400 રૂપિયા મળ્યા હતા અને 295 ક્વિન્ટલ આવક થઈ હતી.હાલમાં ઉનાળાની સીઝનમાં લીંબુની માંગમાં વધારી થતા ભાવ પણ વધ્યા હોવાનું સામે આવ્યું છે.જેના કારણે ગૃહિણીઓની હાલત કફોડી બની છે.

રાજકોટ માર્કેટ યાર્ડ કેટલા દિવસ બંધ રહેશે?
મુખ્ય માર્કેટ યાર્ડમાં કામ કરતા કમિશન એજન્ટ, વેપારીઓ તરફથી વર્ષ 2023-24 ના વાર્ષિક હિસાબો પુરા કરવા માટે માર્કેટ યાર્ડમાં ખરીદી અને વેચાણનું કામકાજ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ રાજકોટ માર્કેટ યાર્ડ 23-3-2024 એટલે કે શનિવારથી 1-04-2024 એટલે કે સોમવાર સુધી મુખ્ય માર્કેટ યાર્ડમાં અનાજની હરાજીનું કામકાજ બંધ રહેશે. રાજકોટ માર્કેટ યાર્ડ 2-4-2024 એટલે કે મંગળવારથી રાબેતા મુજબ ચાલુ થઈ જશે.