ચા વાળાની બે પોલીસ કોન્સ્ટેબલને ધમકી- તમારી ખાખી વર્ધિ ઉતરાવી દઈશ

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારના આદેશ મુજબ રાત્રે 10 વાગ્યાં બાદ તમામ જ દુકાનોને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવામાં…

હાલમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે સરકારના આદેશ મુજબ રાત્રે 10 વાગ્યાં બાદ તમામ જ દુકાનોને બંધ કરી દેવાનો આદેશ આપવામાં આવ્યો છે. એવામાં અમદાવાદમાંથી એક ઘટના સામે આવી રહી છે. અમદાવાદ શહેરનાં જમાલપુર વિસ્તારમાં મોડી રાત્રે પ્રાઇવેટ ગાડી લઇને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનનાં D સ્ટાફનાં કુલ 2 કર્મચારીઓ ફરજ બજાવી રહ્યાં હતાં.

પથ્થરવાળી મસ્જિદની નજીક રાત્રી કરફ્યુ હોવાં છતાં ચા તથા પાનની દુકાન ચાલુ રાખી હોવાથી તેઓ ત્યાં ગયા હતા. દુકાન બંધ કરવાનું કહેતા જ રફીક પાલીવાલા નામનાં આ શખ્સે ‘તમે કેમ ધંધા બંધ કરાવો છો, તમને તો જોઈ લઈશ.

તમારી ખાખી વર્ધિને ઉતરાવી દઈશ’ એવું કહીને ધમકી પણ આપી હતી. તેથી તેને પકડવા જતા રફીક ત્યાંથી ફરાર થઈ ગયો હતો. સર્વેલન્સ સ્કવોડનાં આ બંને કોન્સ્ટેબલ તેને પકડી શક્યા ન હતાં તેમજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવા માટે જતાં પણ રહ્યાં હતાં.

પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવવાં માટે ગયાં હતા, ત્યારે ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની વન ગાડીના કર્મચારીઓ જ રફીકને લઇને ત્યાં આવ્યા હતા તેમજ પોલીસ કર્મચારીઓની ફરજમાં રુકાવટની અંગેનો ગુનો પણ નોંધ્યો હતો. આ દરમ્યાન પોલીસ સ્ટેશનમાં જ રફીકની તબિયત લથડતાં તેને 108 ની મારફતે હોસ્પિટલમાં પણ ખસેડવામાં આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટસએપ માં સમાચાર મેળવવા નીચેની લીંક પર ક્લિક કરીને અમારા ગ્રુપ માં જોઈન થઇ જાઓ.: https://chat.whatsapp.com/E2pD11wP9KrCPLydKPZuJP

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *