સુરત(ગુજરાત): હાલમાં પેટ્રોલ-ડીઝલ, ગેસ સીલીન્ડરની સાથે સાથે દુધના ભાવમાં સતત વધારો નોંધાયો છે. આ દરમિયાન સુરતના પુણા વિસ્તારમાં ભૈયાનગર ખાતે મહિલાઓ દ્વારા અનોખો વિરોધ કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકાર દ્વારા ગેસ સિલિન્ડરના ભાવમાં થયેલા તોતિંગ વધારા અને સુમુલ ડેરી દ્વારા દૂધમાં થયેલા વધારાને લઇને હાલ ગૃહિણીઓ પોતાનો રોષ ઠાલવી રહી છે. ભાવ વધારાને કારણે પ્રતીકરૂપે લાકડાનો ચૂલો બનાવી દૂધ વગરની ચા બનાવીને પીધી હતી.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર દ્વારા રાંધણગેસના ભાવમાં 25 રૂપિયાનો તોતિંગ વધારો કરવામાં આવ્યો છે. જેને કારણે મધ્યમ અને ગરીબ પરિવારની ગૃહિણીઓનું બજેટ ખોરવાયું છે. એક બાદ એક થતા વધારાને કારણે મધ્યમ વર્ગની કમર તૂટી રહી છે. એક તરફ કોરોનાકાળને કારણે નાના ઉદ્યોગોની સ્થિતિ ખૂબ જ દયનીય છે. ત્યારે લોકો પાસે આવકના સાધનો નથી તેવા સમયે ધરખમ વધારાને કારણે મધ્યમ અને ગરીબ વર્ગની આર્થિક મુશ્કેલીમાં અત્ત વધારો થતો જોવા મળ્યો છે.
આ દરમિયાન, તાજેતરમાં જ સુમુલ ડેરી દ્વારા લીટર દૂધના ભાવમાં 4 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો હતો. આ અંગે પુણા વિસ્તારમાં ભૈયા નગરની રહેવાસી વિમલબેનને કહ્યું કે, અમારી સાથે મહિલાઓ ગેસ સિલિન્ડર જાહેરમાં લઈને બેસી ગયા હતા અને ચા બનાવીને પોતાનો રોષ પ્રદર્શિત કર્યો હતો. દૂધ નાખ્યા વગરની ચા બનાવીને દૂધના ભાવમાં થયેલા વધારાનો વિરોધ કર્યો હતો.
હાલ સરકાર દ્વારા જીવન જરૂરિયાતની વસ્તુ પર સતત વધારો કરવામાં આવી રહ્યો છે. એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવ આસમાને પહોંચી ગયા છે તો બીજી બાજુ જીવન જરૂરીયાતની ચીજોની પણ એ જ સ્થિતિ સર્જાઈ છે. આ દરમિયાન આર્થિક ભારણ સતત વધી રહ્યો છે. હવે, સરકાર અમારા વિરોધને ધ્યાનમાં રાખીને ઝડપથી ભાવ વધારાને પરત ખેંચે તેવી આશા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.