વર્લ્ડ કપની ભારત-ઇંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ભારતીય ટીમ અલગ રંગની જર્સી સાથે રમવા ઉતરવાની છે. આ જર્સીનો કલર ઓરેન્જ-બ્લ્યૂ રાખવામાં આવ્યો છે, જેની તસવીરો BCCIએ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર શેર કરી હતી.
વિરાટ કોહલીની કેપ્ટનશિપવાળી ટીમ ઈન્ડિયા ઈંગ્લેન્ડ વિરુદ્ધ 30 જૂને રમાનારી ICC ક્રિકેટ વર્લ્ડ કપની મેચમાં પારંપરિક બ્લ્યૂ કલરને બદલે ઓરેન્જ જર્સીમાં મેદાનમાં ઉતરશે. ઈંગ્લેન્ડની સાથે રમાનારી મેચમાં ભારતે પોતાની ઓલ્ટરનેટ જર્સી (વૈકલ્પિક જર્સી)નો ઉપયોગ કરવો પડશે, જે ઓરેન્જ હશે.
Presenting #TeamIndia‘s Away Jersey ?????? What do you make of this one guys? #TeamIndia #CWC19 pic.twitter.com/TXLuWhD48Q
— BCCI (@BCCI) June 28, 2019
ICCના નિયમ અનુસાર, ICC ઈવેન્ટમાં રમતી વખતે મેજબાન ટીમે પોતાની જર્સીનો કલર જાળવી રાખવો પડે છે. હવે જ્યારે ઈંગ્લેન્ડ અને ભારત બંનેની જર્સીનો કલર બ્લ્યૂ છે, એવામાં ભારતની જર્સીમાં થોડા બદલાવો કરવામાં આવ્યા છે. એવામાં મેજબાન ઈંગ્લેન્ડ બ્લ્યૂ જર્સીમાં જ રમવા ઉતરશે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.