સુરતનો તેજસ સોનાણી, પોલેન્ડમાં ફેલાવી રહ્યો છે સેવાનું ‘તેજ’, ભારતીયોની મદદ માટે કામધંધો મુકીને લાગી ગયા સેવામાં

રશિયા-યુક્રેન યુદ્ધ(Russia-Ukraine War): એક ગુજરાતી વિશ્વ ગમે ત્યાં જાય પણ તેની મદદ કરવાનો સ્વભાવ ભુલાતો નથી અને આ વાત મૂળ સુરતના પરંતુ હાલ પોલેંડ ખાતે વસવાટ કરતા સુરતીએ સાર્થક કરી બતાવી છે. તેજસભાઈ સોનાણી(Tejas Sonani) હાલ પોલેન્ડમાં ફસાયેલા ભારતીય વિદ્યાર્થીઓને રહેવા અને જમવાની સાથે મેડિકલ હેલ્પ પણ કરી રહ્યા છે.

યુદ્ધની પરિસ્થિતિ માં યુક્રેનની આવતા વિદ્યાર્થીઓ પોલેન્ડ બોર્ડર ક્રોસ કરવાની સંભાવના હતી. જેથી ભારતીય સંસ્કૃતિ ના “વસુધૈવ કુટુંબકમ અને સેવા પરમો ધર્મ” ના સૂત્રને સાર્થક કરવા માટે તેઓ બોર્ડર પર પહોંચી ગયા હતા અને ત્યાં અગાઉથી જ યુકેથી ખાલસા એડ્સ નામની સંસ્થા કામગીરી કરી રહી હતી. જેની સાથે તેઓ જોડાઈ ગયા અને સંકલનની કામગીરી કરીને અત્યાર સુધી 1200થી વધુ ભારતીય અને 380 થી વધુ ગુજરાતી વિદ્યાર્થીઓને રાહત કેમ્પ મારફતે ભારત તરફ રવાના કરી ચૂક્યા છે.

આ સંસ્થા દ્વારા એક વિદ્યાર્થી પાછળ અંદાજે ૫૦૦રૂપિયાનો ખર્ચ કરવામાં આવી રહ્યો છે. તેઓ પાસે નાંણા તો હતા પરંતુ સંકલન કરી શકે તેવા મજબૂત વ્યક્તિ નહોતા. કેમ્પમાં તેજસ ખૂબ મોટી જવાબદારી નિભાવીને ભારતીય વિદ્યાર્થીઓનું સંકલન કરી રહ્યા છે ખાસ કરીને પોલેન્ડ અને યુક્રેન વચ્ચેની બોર્ડર પર તેઓ વારંવાર પ્રવાસ કરતા હોવાથી તેઓ અહીંની પરિસ્થિતિ વાકેફ હતા. જેનો લાભ ખાલસા નામની એનજીઓ ને પણ થયો અને તેઓએ આ સંસ્થા દ્વારા થતી મદદ વિદ્યાર્થીઓ સુધી સરળતાથી પહોંચાડી.

તેઓના રાહત કાર્યમાં તેઓ સંકલનની જવાબદારી નિભાવીને એક એમ્બેસી જે કરી નથી શકે તે કાર્ય કરી બતાવ્યું છે. જેને કારણે અનેક વિદ્યાર્થીઓ યુક્રેન થી પોલેન્ડ સુધી પહોંચી શક્યા છે. તેજસ સોનાણી બાળપણથી બીએપીએસ સંસ્થા સાથે જોડાયેલા હતા અને બાળ પ્રવૃત્તિ માં સંચાલક પણ રહી ચૂક્યા છે. જેના કારણે તેમનામાં મેનેજમેન્ટ ના ગુણ પહેલેથી જ હતા જેનો લાભ શરણાર્થી વિદ્યાર્થી લઈ શક્યા. તેમના પિતા સુરતમાં એમ્બ્રોઈડર જોબ વર્ક આપ લે કરવાનું કામ કરે છે.

તેજસભાઈ સોનાણી એ કહ્યું કે, મારી સાથે મારા અન્ય મિત્રો પણ મદદ કરી રહ્યા છે. જેમાં યુકે ના 3 ઓસ્ટ્રેલિયાના 3 તેમજ અન્ય મિત્રો પોલેંડના રહેવાસી છે. BAPS સ્વામિનારાયણ સંસ્થા વતી અમે પણ મદદ કરવાનું નક્કી કર્યું હતું. અમે અત્યાર સુધી 1500 થી વધુ વિદ્યાર્થીઓના રહેવાની વ્યવસ્થા કરી છે અને અહીં ભારતીય વિદ્યાર્થી સહિત હજારો લોકોને લાઈફ ભોજન ટ્રક દ્વારા ત્રણ દિવસથી રોજ ગરમ ભોજન આપી રહ્યા છીએ. ઑસ્ટ્રિયા થી ઇન્ડિયન ગ્રોસરી આવે છે અને બોર્ડરથી અમે ત્રણ-ચાર કિલોમીટર દૂર કેન્પ સેટ કર્યો છે. તે લોકોને જીરા રાઈસ દાળ ફ્રાય તેમજ ફરસાણ પણ આપીએ છીએ જેથી તેમની ભૂખ સંતોષાય.

તેજસભાઈ સોનાણી એ વધુમાં કહ્યું હતું કે, મોટાભાગે ભારતીય વિદ્યાર્થીઓમાં માઈનાસ 10 ડીગ્રી ટેમ્પરેચરમાં 35 થી 40 કિલોમીટર નું અંતર પગપાળા કાપીને પોલેન્ડ આવ્યા હતા. તેથી વિદ્યાર્થીઓની હાલત ખૂબ જ ખરાબ થઈ ગઈ હતી. જેથી તેમને મેડિકલ સહાય આપવામાં આવી હતી. તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓએ પેઇનકિલર આપવી પડી હતી. તેથી તેમનો આ થાક ઉતરી શકે અને તેમને થોડી રાહત મળી શકે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *