ગુજરાત(Gujarat): રાજ્યમાં વધુ એક વખત પેપર લીકની ઘટના બનતા ફફડાટ મચી જવા પામ્યો છે. ગુજરાત પંચાયત પસંદગી મંડળ દ્વારા આજરોજ લેવાનારી જુનિયર ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા(Junior Clerk Paper Leak) બાદ હાલમાં આ પરીક્ષાને મોકૂફ રાખવામાં આવી છે. જુનિયર ક્લાર્કની પરીક્ષા મોકૂફ રાખવામાં આવતા 9.53 લાખ પરીક્ષાર્થીઓનું પેપર તો ફૂટ્યું છે સાથે તેની કિસ્મત પણ ફૂટી છે.
ગુજરાતમાં ફરી એક વાર પેપર ફૂટ્યું , ઉમેદવારનું સપનું તૂટ્યું- જુનિયર ક્લાર્કનું પ્રશ્ન પત્ર લીક
ગુજરાતમાં ફરી એક વાર પેપર ફૂટ્યું , ઉમેદવારનું સપનું તૂટ્યું- જુનિયર ક્લાર્કનું પ્રશ્ન પત્ર લીક
મહત્વનું છે કે, આ પેપર લીક અંગે ગુજરાત ATS દ્વારા તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે. જુનિયર ક્લાર્કની પરીક્ષામાં પેપર લીક થવાને લઈને મોટો ખુલાસો થયો છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, તેલંગાણાના પ્રિન્ટિંગ પ્રેસમાંથી પેપર લીક થયું હોવાનો સૌથી મોટો ખુલાસો થયો છે. સમગ્ર કેસની તપાસ ગુજરાત ATS કરી રહી છે. કુલ પાંચ ટીમો ગુજરાત બહાર જવા માટે રવાના થઇ ચુકી છે. ગુજરાત ATSની ટીમો તેલંગાણા, બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ અને દિલ્લી જવા રવાના થઇ ચુકી છે.
મળતી માહિતી અનુસાર, ગુજરાત ATS દ્વારા વડોદરાથી 12 શંકાસ્પદ લોકોની અટકાયત કરવામાં આવી છે. ગુજરાત ATSની ટીમ દ્વારા 12 શંકાસ્પદ લોકોની પૂછપરછ કરવામાં આવી રહી છે. તો સુરતમાં પણ પેપર લીકના નેટવર્કને લઈને ATS દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે. જુનિયર ક્લાર્કનું પેપર લીક થવા મામલે વડોદરાથી ATS દ્વારા 12 લોકોની અટકાયત કરવામાં આવી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, જુનિયર ક્લાર્કના પેપરની ડુપ્લીકેટ નકલ વડોદરાથી વાયરલ કરવામાં આવ્યું હોય તેવું કહેવામાં આવી રહ્યું છે. પેપર લીક થવા મામલે ગુજરાત ATS દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરા ઉપરાંત સુરતમાં પણ ગુજરાત ATS દ્વારા અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગુજરાત ATS અને સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી દેવામાં આવી છે.
આ પેપર લીક મામલે પંચાયત સેવા પસંદગી બોર્ડના સભ્ય રાજીકા કચેરીયા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, ‘ગુજરાત બહારના તત્વો દ્વારા આ પેપર લીક કરવામાં આવ્યું છે. વડોદરામાં પેપરના અમુક ભાગો ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડને મળી આવ્યા છે. તેના આધારે પેપર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય બહારની ગેંગની સંડોવણી હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે.’
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.