એન્કાઉન્ટર માટે NHRC ને જવાબ દેવા માટે તૈયાર છે તેલંગાણા પોલીસ
આજના એન્કાઉન્ટર પર NHRC(રાષ્ટ્રીય માનવઅધિકાર આયોગ) ને ધ્યાનમાં લઈને તે સવાલ પર હૈદરાબાદ ના કમિશનર વી સી સજ્જનાર એ કહ્યું હતું કે રાજ્ય સરકાર ,NHRC કે જે કોઈપણ આ મામલે જાણવા માંગી રહ્યા છે તેને જવાબ આપવા માટે તૈયાર છે.
Cyberabad CP, VC Sajjanar on NHRC taking cognizance of today’s encounter: We will answer to whoever takes cognizance, the state govt, NHRC, to all concerned. https://t.co/jlRvnvRwd1
— ANI (@ANI) December 6, 2019
પીડિતાનો ફોન પણ મળી આવ્યો
પોલીસે એકાઉન્ટની જાણકારી આપતા કહ્યું કે મૂઠભેડ વખતે આરોપીઓ સાથે લગભગ ૧૦ પોલીસ જવાનો હતા. અમને ઘટનાસ્થળ પરથી પીડિતાનો સેલફોન પણ મળ્યો હતો.
Cyberabad CP, VC Sajjanar: The police warned them and asked them to surrender but they continued to fire. Then we opened fire and they were killed in the encounter. During encounter, two police men have been injured and they have been shifted to the local hospital. https://t.co/CaVAXikdjo
— ANI (@ANI) December 6, 2019
તેલંગાણા પોલીસે જણાવ્યું કેમ કરવું પડ્યું એન્કાઉન્ટર
પોલીસ કમિશનર વી સી સજ્જનાર એ જણાવ્યું કે રિમાન્ડના ચોથા દિવસે અમે તેઓને બહાર લાવ્યા, તેણે અમને સબૂત આપ્યા. આજે અમે તેને આગળના સબૂતો ભેગા કરવા માટે લાવ્યા હતા, પરંતુ તેમણે પોલીસ પર હુમલો કરી દીધો. અમારા બે હથિયારો છીનવી લીધા હતા, ત્યાર બાદ પોલીસે આરોપીઓ પર ફાયરિંગ કરવું પડ્યું હતું. ચારેય આરોપી નું મૃત્યુ ગોળી વાગવાને કારણે થયું છે. આ દરમ્યાન SI અને કોન્સ્ટેબલ પણ ઘાયલ થયા છે. અમે આરોપીઓના ડી.એન.એ ટેસ્ટ પણ કરાવ્યા છે, આ તમામ લોકો કર્ણાટક તેલંગાણામાં ઘણા ગુનામાં આરોપી હતા. સાઇબરાબાદ પોલીસના કમિશનરે કહ્યું કે શુક્રવારે સવારે 5:45 થી 6:15 વચ્ચે એન્કાઉન્ટર થયું. આરોપીઓના નામ ઘણા અન્ય કેસ સાથે જોડાયેલા છે તેની તપાસ ચાલુ છે.
Cyberabad CP, VC Sajjanar: The police warned them and asked them to surrender but they continued to fire. Then we opened fire and they were killed in the encounter. During encounter, two police men have been injured and they have been shifted to the local hospital. https://t.co/CaVAXikdjo
— ANI (@ANI) December 6, 2019
પોલીસ કમિશનર વીસી સજ્જનાર જણાવ્યું કે પોલીસે આરોપીને ચેતવણી આપી હતી અને સરેન્ડર કરવાનું કહ્યું હતું પરંતુ તેમણે ફાયરિંગ ચાલુ રાખ્યું હતું. આ કારણે અમે ખુલ્લુ ફાયરિંગ કર્યું અને આ દરમિયાન આરોપીઓનું મોત થયું.કમિશનરે કહ્યું કે જે બે પોલીસકર્મીઓ ઘાયલ થયા છે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
એક આરોપીના હાથમાં હતી પિસ્તોલ.
Hyderabad: Pistol seen in the hand of one the accused in the rape and murder of the woman veterinarian killed in encounter earlier today by Police. #Telangana pic.twitter.com/PASP0Nq3Lr
— ANI (@ANI) December 6, 2019
હૈદરાબાદ એન્કાઉન્ટરમાં સામે આવેલી તસવીરોમાં એક આરોપીના હાથમાં પિસ્તોલ દેખાઈ રહી હતી. અહીં આજે પોલીસે મૂઠભેડમા મહિલા ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યા કરનાર ચાર આરોપીઓને એન્કાઉન્ટરમાં માર્યા ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.