હાલમાં ગુજરાતમાં કોરોનાની ભયંકર સ્થિતિ સામે આવી રહી છે. અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં કોરોનાથી હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. અને સ્મશાનમાં પણ 10 કલાકનું વેઇટિંગ જોવા મળી રહ્યું છે. અમદાવાદમાં કોરોનાનું સંક્રમણ અત્યંત ભયજનક બન્યું છે; ત્યારે શહેરનાં વિવિધ સ્મશાનોમાં ભયાવહ દૃશ્યો જોવા મળી રહ્યાં છે. ક્યાંક એમ્બ્યુલન્સમાં કલાકોનું વેઈટિંગ છે, તો ક્યાંય ડેડબોડી માટેની વાનમાં પણ વેઈટિંગ છે. શહેરમાં એક સ્મશાનમાં એકસાથે 8 મૃતદેહોને અંતિમવિધિ કરવા માટે લાવવામાં આવ્યા છે. અંતિમવિધિ માટે પણ બે કલાકનું વેઈટિંગ છે. શહેરના વાડજ સ્મશાનગૃહમાં બંને ચીમની હાલ ચાલી રહી છે, જ્યાં આસપાસ મૃતકોનાં સ્વજનો કલ્પાંત કરતાં જોવા મળ્યાં છે.
અમદાવદમાં એકસાથે 8 મૃતદેહો અંતિમવિધિ:
હાલમાં ગુજરાતમાં કોરોનાની ભયંકર સ્થિતિ સામે આવી રહી છે. કોરોનાને કારણે હોસ્પિટલો હાઉસફુલ થઈ રહી છે. દર્દીઓની સંખ્યા વધવાથી બેડ ભરાઈ ગયાં છે. ક્યાંક ઈન્જેક્શનનો સ્ટોક નથી અને ક્યાંક ઓક્સિજન ખૂટી ગયાના વીડિયો સામે આવી રહ્યા છે. આજે અમદાવાદના વાડજ સ્મશાનગૃહના અતિ હૃદયદ્રાવક વીડિયો પણ સામે આવ્યા છે, જ્યાં એકસાથે 8 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર છે. સ્મશાનમાં હાલમાં અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને સ્વજનો પણ ત્યાં હાજર છે.
એકસાથે 8 મૃતદેહો અંતિમવિધિ માટે તૈયાર
થલતેજમાં અંતિમવિધિ માટે વેઈટિંગ:
આ વખતે સ્મશાનમાં વેઈટિંગ હોવાનું સાબિત થઈ રહ્યું છે, જ્યાં અનેક લોકો ત્યાં હાજર છે. હજી પણ શહેરમાં મોતનો સાચો આંકડો ડરાવે એવો છે, પણ એના પર તંત્ર દ્વારા ક્યાંક આંકડાઓ છુપાવવામાં આવી રહ્યા છે. અમદાવાદના થલતેજ સ્મશાનમાં પણ કોરોનાની અંતિમવિધિ માટે વેઈટિંગ છે અને લોકો પોતાના સ્વજનના મૃતદેહની અંતિમવિધિ કરવાનો વારો ક્યારે આવશે એની રાહ જોઈને બેઠા છે.
એમ્બ્યુલન્સ ન મળતાં મૃતદેહ હાથલારીમાં લઈ જવો પડયો.
વડોદરા શહેરમાં આવેલ નાગરવાડા શાકમાર્કેટમાં 65 વર્ષીય વૃદ્ધાનું મોત થતા મૃતકની અંતિમ યાત્રા માટે અંતિમ વાહિનીની રાહ જોઇ જોઇને થાકેલા પરિવારજનો છેવટે લારીમાં અંતિમ યાત્રા કાઢવા મજબુર બન્યાં હતાં. 7 વાગ્યા પહેલા અંતિમ સંસ્કાર કરવાના હોવાથી અમે હાથલારીમાં લાશને લઈ કારેલીબાગમાં આવેલ ખાસવાડી સ્મશાનમાં પહોંચી ગયાં હતા. પરિવારજનોએ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સમયસર એમ્બ્યુલન્સ પહોંચાડવામાં પણ તંત્ર નિષ્ફળ રહ્યુ છે તેમજ મોતનો મલાજો પણ જળવાતો નથી.
સુરત ઉમરા સ્મશાન ગૃહના દ્રશ્યો
અત્રે ઉલેખનીય છે કે, સુરતમાં કોરોના ખુબ ઝડપથી પ્રસરી રહ્યો છે. કોવિડ-નોનકોવિડથી દરરોજ અંદાજે 240 લોકોનાં મોત થઇ રહ્યાં છે. સ્મશાનોમાં જગ્યા ખૂટી પડતાં મૃતદેહોને બારડોલી સ્મશાનમાં લઇ જવા પડ્યા છે. સૌપ્રથમ દિવસે 6 લાશોની અંતિમવિધિ બારડોલીમાં કરવામાં આવી હતી.
સુરત ઉમરા સ્મશાન ગૃહના દ્રશ્યો
હાલમાં ઉમરા સ્મશાન ગૃહનો એક વિડીયો ખુબ જ વાઈરલ થઈ રહ્યો છે. આજે ઉમરા સ્મશાન ગૃહમાં લાશોનો ઢગ જોવા મળ્યો હતો. સવારથી બપોર સુધીમાં 40 કરતાં વધુ મૃતદેહો ઉમરા સ્મશાન ગૃહમાં પહોંચતા તમામ લોકો આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. મૃતદેહના અંતિમસંસ્કાર માટે ત્રણથી ચાર કલાકનું વેઈટિંગ ચાલી રહ્યું છે. જે બતાવે છે કે શહેરમાં મૃત્યુનો આંક સતત વધી રહ્યો છે.
સુરત ઉમરા સ્મશાન ગૃહના દ્રશ્યો
અગ્નિદાહ આપવાનું 10 કલાકનું વેઇટિંગ:
સુરતની પરિસ્થિતિ એટલી હદે વણસી છે કે, સ્મશાનગૃહમાં ડેડબોડીના અગ્નિસંસ્કાર માટે નંબર પ્રમાણે ટોકન આપવામાં આવે છે. ટોકન મુજબ જેનો નંબર આવે તેનું નામ જાહેર કરી દેવામાં આવે છે તેમજ પછી તેને અગ્નિદાહ આપવામાં આવે છે. વેઈટિંગ યાદી અત્યાર સુધીમાં 2-4 કલાકનું હતું જયારે છેલ્લા 2 દિવસથી વેઇટિંગ ટાઇમમાં વધારો નોંધાયો છે. આ વેઈટિંગ હવે 8-10 કલાકે પહોંચી ગયું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.