વડોદરા માં મગર નો આતંક હજુ યથાવત : નજીક માં એક મગર પકડાયો

વડોદરા પાસે કોટંબી ગામે તળાવમાં આવી ગયેલા મગરો ગામમાં ઘૂસી આવતાં આ મહિનામાં બીજો મગર પકડાયો છે.

વડોદરા-જરોદ રોડ પર કોટંબી ગામના તળાવમાં પૂરના પાણીમાં આવી ગયેલા મગરો ગામમાં ઘૂસી આવતા હોઇ લોકોમાં ભયની લાગણી વ્યાપી હતી.

થોડા સમય પહેલાં ગામ તરફ ઘૂસી આવેલા એક મગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું.જ્યારે,આજે સ્મશાન પાસે મગર આવી જતાં ગામલોકોએ જીવદયા સંસ્થાની મદદ લીધી હતી.

ફોરેસ્ટ વિભાગની સાથે રહી લગભગ બે કલાકની જહેમત બાદ કાર્યકરોએ ૧૩ ફૂટ લાંબો મગર પકડયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *