તમિલનાડુના ચેન્નઈ શહેરની ચાર વર્ષની બાળકી તેની આવડતને લઈને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. માત્ર 84 સેકન્ડમાં 49 દેશના ઝંડા ઓળખીને તેની રાજધાની વિશે પણ જણાવ્યું હતું. રેકોર્ડ માટે ચાર વર્ષની બાળકે એશિયાઇ દેશોના ઝંડા ઓળખીને દરેક દેશ ના નામ જણાવ્યા છે.
મળેલ રિપોર્ટ મુજબ આગળ નો રેકોર્ડ પણ ચાર વર્ષની બાળકી ના નામે હતો. પરંતુ વેયસીનીયે દેશ ના નામ તો જણાવ્યા સાથે-સાથે રાજસ્થાની પણ જણાવી છે જેના કારણે આ રેકોર્ડ તેના નામે કરવામાં આવ્યો છે.
ટાઈમ્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મળ્યુ સર્ટીફીકેટ.
વેયસીનીય જે સમયે દેશના નામ બોલી રહી હતી એ દરમિયાન ટાઈમ્સ વર્લ્ડ રેકોર્ડ ના અધિકારી ત્યાં હાજર હતા.વેયસીનીય દ્વારા રેકોર્ડ તોડવાથી ટાઈમ્સ વર્લ્ડ રેકોર્ડ દ્વારા મળ્યુ સર્ટીફીકેટ આપવામાં આવ્યુ છે. ચાર વર્ષની ઉંમરમાં આટલા દેશના નામ યાદ રાખીને વેયસીનીએ સૌ કોઈ ને વિચારમાં મૂકી દીધા છે.