રાજ્યમાં મોટાભાગનાં અકસ્માત તો માર્ગ પર જ થતાં હોય છે. રાજ્યમાં અકસ્માતની ઘટનામાં ઉતરોતર વધારો થતો જઈ રહ્યો છે. અકસ્માતને કારણે ઘણાં લોકોને પોતાનો તેમજ પોતાના સ્વજનોનો જીવ ગુમાવવાનો વારો આવતો હોય છે. જેને કારણે પરિવારમાં શોકનો માહોલ છવાઈ જતો હોય છે.
ગુજરાતમાં આવેલ ભાવનગરના વરતેજ પેટ્રોલ પંપ પાસે ટ્રક તથા એક્ટિવા વચ્ચે ભયંકરતાની અકસ્માત સર્જાતાં પત્નીની નજર સામે જ પતિનું અવસાન થયું હતું. જ્યારે પત્ની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતાં એને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે. અહીં મહત્વની વાત તો એ છે કે, આ દંપતીના લગ્ન 5 દિવસ પહેલા જ થયાં હતાં. યુવાન પત્નીને પિયર મૂકવા માટે જઈ રહ્યો હતો.
પત્નીને ગંભીર ઈજા થતાં સારવાર અર્થે ખસેડવામાં આવી:
ભાવનગરમાં આવેલ સિહોરમાં રેલવે સ્ટેશન વિસ્તારમાં રહેતા માત્ર 29 વર્ષના આશિષભાઈ બહાદુરભાઈ માવડીયા તેમજ એમના પત્ની જયશ્રીબેન આશિષભાઈ માવડીયા એક્ટિવા પર સિહોરથી ભાવનગર બાજુ આવી રહ્યાં હતાં ત્યારે વરતેજ પેટ્રોલ પંપ પાસે ટ્રક સાથે અકસ્માત થતાં આશિષભાઈનું ઘટનાસ્થળ પર જ અવસાન થયું હતું. જ્યારે એમની પત્ની જયશ્રીબેનને ગંભીર ઈજા પહોંચતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
પત્નીને પિયર મૂકવા જતા સમયે સર્જાયા અકસ્માત:
ઘટનાની કરૂણતા એ છે કે, આશિષભાઈ તથા જયશ્રી બંનેના લગ્ન કુલ 5 દિવસ પહેલા જ થયા હતા. આશિષભાઈ એમના પત્ની જયશ્રીબેનને એમના પિયર ભાવનગરના હાદાનગર મૂકવા માટે આવી રહ્યાં હતા ત્યારે આ અકસ્માત થતાં આશિષભાઈનું અવસાન થયું હતું. જેને કારણે પરિવારજનોમાં માતમ છવાયેલો છે. ઘટનાને કારણે પોલીસનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો તેમજ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ: https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle