ખેડૂતનું હૃદય તેની ગાય માટે કેટલું નરમ છે તેનું એક મહાન ઉદાહરણ સ્વિટ્ઝરલેન્ડમાં જોવા મળ્યું. અહીં કેટલીક ગાયોને એરલિફ્ટ દ્વારા પર્વત પરથી નીચે લાવવામાં આવી છે. તેની તસવીરો સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થઈ રહી છે. ગાયોનું આ એરલિફ્ટિંગ ખેડૂતોએ જાતે કર્યું છે. તેની પાછળનું કારણ ચોંકાવનારૂ છે. આ ગાયોને હેલિકોપ્ટર મારફતે પર્વતો પરથી એરલિફ્ટ કરવામાં આવી છે અને એરલિફ્ટ કરીને ઘાસના મેદાનોમાં લાવવામાં આવી છે.
જાણો શું છે સમગ્ર ઘટના:
મળતી માહિતી અનુસાર, આ ગાયો ઉનાળા દરમિયાન ચરવા માટે પર્વતો પર જાય છે, ત્યારબાદ શિયાળામાં તેમને મેદાનોમાં પછી લાવવામાં આવે છે. કેટલીક ગાયો બીમાર પડી અને અમુક પર્વતો પર ઘાયલ થઈ. આ માર્ગ એવો ન હતો કે તેમને કાર દ્વારા નીચે લાવી શકાય, ખેડૂતોએ તેમને હેલિકોપ્ટર દ્વારા એરલિફ્ટ કરવાનો નિર્ણય લીધ. જેથી ગાયોને ચાલવાની મુશ્કેલીનો સામનો ન કરવો પડે અને તેમને તકલીફ ન પડે.
ખૂબ કાળજીપૂર્વક એરલિફ્ટિંગ કરવામાં આવ્યું:
એરલિફ્ટિંગ દરમિયાન ગાયો ગભરાઈ ન હતી. આ માટે તેઓ યોગ્ય રીતે કેબલ અને દોરડાથી બંધાયેલા હતા. ખેડૂત જોનાસ આર્નોલ્ડ કહે છે, ‘કેટલીક ગાયો ઘાયલ થઈ હતી અને અમે તેમને ચલાવીને નીચે લાવવા માંગતા નથી. તે જ સમયે બાકીના વાહનો ગોચર સુધી પહોંચી શક્યા ન હતા. તેથી અમે તેમને હેલિકોપ્ટર દ્વારા નીચે લાવવાનું નક્કી કર્યું. દેખીતી રીતે હું ગાયને પૂછી શકતો નથી કે તેને આ ફ્લાઇટ પછી કેવું લાગ્યું પરંતુ તે એક શાંત અને ટૂંકી ફ્લાઇટ હતી.
આ પ્રક્રિયા થોડા જ સમયમાં પૂર્ણ થઈ ગઈ હતી. તે જ સમયે સ્વસ્થ ગાયો જાતે જ ચાલવાથી પર્વત પરથી નીચે આવી. ટોળામાં લગભગ 1 હજાર ગાયો હતી, જેમાંથી 10 જેટલી ગાયોને એરલિફ્ટ કરીને નીચે લાવવામાં આવી હતી. પ્રાણીઓને બિનજરૂરી રીતે હેરાન કરવાના ઘણા કિસ્સાઓ સામે આવતા રહે છે. આવા સમયે પ્રાણીઓ પ્રત્યે આટલો પ્રેમ અને કાળજીનો આ કિસ્સો ખરેખર અજોડ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.