આણંદ(ગુજરાત): 6 દિવસ પહેલા નાવલી ગામે સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ તોડી ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં આણંદ પોલીસે એટીએમ તોડનારા ઉત્તરપ્રદેશના વ્યક્તિની ધડપકડ કરી છે. ચોરની પ્રાથમિક પૂછપરછમાં યુ ટ્યુબ પરથી એટીએમ તોડવાની રીત શીખીને તેણે ગુનો કર્યો હતો. હાલમાં પોલીસે ચોરને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તપાસ શરુ કરી છે.
ગત શનિવારે રાત્રે નાવલી ગામનું સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાનું એટીએમ કોઈ વ્યક્તિએ તોડ્યું હતું. આણંદ ગ્રામ્ય પોલીસે આ અંગેની ફરિયાદ નોંધીને તપાસ શરુ કરી હતી. ત્યારે બે દિવસ પછી પોલીસને સ્થાનિક દ્વારા એક વ્યક્તિ એટીએમ પાસે આવીને કંઈ શોધી રહ્યો હોય અને તે અજાણ્યો હોવાની જાણ થતાં પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સ્થળ પરથી શકમંદને પકડીને નામ પૂછતાં તેને તેનું નામ આસીફરઝા રહેબરઅબ્બાસ સૈયદ જણાવ્યું હતું.
પોલીસે પૂછપરછ કરતાં તેણે કબુલાત કરી હતી કે, થોડાક દિવસ પહેલા તેણે એટીએમ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો. પરંતુ રાત્રિના સમયે સાઈરન વાગતાં અને પોલીસ આવી પહોંચતા તે ત્યાંથી ભાગી ગયો હતો. ત્યારે ભાગતી વખતે તેનો મોબાઈલ નીચે પડી ગયો હતો. પોલીસ કે પછી અન્ય કોઈના હાથમાં તેનો મોબાઈલ ન આવે અને તે પકડાઈ ન જાય તે માટે મોબાઈલ લેવા માટે ત્યાં પાછો આવ્યો હતો. હાલમાં પોલીસે ચોરીના ગુનામાં તેની અટકાયત કરી છે. તે અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલો છે કે કેમ તે સંદર્ભે વધુ તપાસ શરુ કરી છે.
અમદાવાદ હોટલમાં આ વ્યક્તિ રહેતો હતો. તે દરમિયાન મહેસાણા, આણંદ સહિતના અનેક વિસ્તારોમાં ફરી ચૂક્યો હતો. જ્યાં તેણે દિવસ દરમિયાન ચોરી કરી હતી. એ પછી તેણે નાવલીમાં સિક્યોરીટી ગાર્ડ વિનાના એટીએમને તોડવાનો પ્રયાસ પણ કર્યો હતો.
પોલીસે ચોર પાસેથી મોબાઈલ, ઈલેક્ટ્રીક ગ્રાઈન્ડર, કટીંગ મશીન, લોખંડનો હથોડો, પાના પક્કડ, લોખંડની છીણી, સેલોટેપ, વાયરનો ટુકડો જપ્ત કર્યા હતા. પોલીસ તપાસમાં તે 21 જૂનના રોજ પ્રથમ વખત ગુજરાતમાં ચોરીના ઈરાદે જ આવ્યો હતો. ચોરી કર્યા પછી યુપી ભાગી જવાની ફિરાકમાં હોવાની કબુલાત કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.