આ વર્ષે કેરીને લઈને આવ્યા સૌથી મોટા સમાચાર, જાણો કેટલા હશે ભાવ અને ઉત્પાદન

ગુજરતા રાજ્યમાં હવે શિયાળાની ઋતુ પૂરી થઈ છે અને ઉનાળાની શરૂઆત થઈ ચુકી છે. ધીમે-ધીમે ગરમીની શરૂઆત થઈ ગઈ છે. ત્યારે કચ્છે બાગાયતી પાક ક્ષેત્રે કાઠું કાઢયું છે. છેલ્લા બે દાયકાથી કચ્છની કેસર કેરી આંતરરાષ્ટ્રીય કક્ષાએ પ્રખ્યાત બની છે. તેમજ દર વર્ષે  દેશ- વિદેશમાં વધુ માંગ હોય છે. ત્યારે આ વખતે વાવેતરના વધારા ઉપરાંત હજી સુધી કોઈ કુદરતની મોટી થપાટ ન પડતા કેરીનું બમ્પર ઉત્પાદન થવાની આશા છે. મળતી માહિતી મુજબ કચ્છમાં ગત વર્ષે ૧૦,૨૦૯ હેક્ટરમાં વાવેતર થયું હતું. જ્યારે તેની સામે  ૬૧૨૫૪ મેટ્રીકટન ઉત્પાદન નોંધાયું હતું.

જોકે, ગત વર્ષે કોરોનાની લહેરના કારણે કિસાનોને ઓછા ભાવ ઉપરાંત બહારનું બજાર ન મળતા ભારે નુકશાન સહન કરવું પડયું હતું. આ વખતે પણ વાયરસ વાધતા લોકડાઉન લંબાશે તથી અન્ય શહેરો અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વાહન વ્યવહાર પર પાંબદી આવશે તો કચ્છના ખેડૂતોનો માલ અટવાઈ જશે તેવી દહેશત છે.

આવનારા દિવસોમાં જો કોઈ મુસીબત ન થાય તો બમ્પર ઉત્પાદન થશે
ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે જિલ્લામાં વાવેતર વિસ્તાર વધ્યો છે. આ વખતે ૧૨૭૫૬ હેક્ટરમાં વાવેતર નોંધાતા  ઉત્પાદન પણ ૭૫૫૪૧ મેટ્રીક ટન થવાની આશા બાગાયત ખાતાએ બાંધી છે. આ અંગે બાગાયત અધિકારીએ જણાવ્યું હતું કે, અત્યારસુધી વાતાવરણ પાકના તરફેણમાં રહ્યુ છે. આવનારા દિવસોમાં જો કોઈ મુસીબત ન થાય તો બમ્પર ઉત્પાદન થશે. ભાવમાં પણ આ વખતે કિસાનોને વધારો મળશે. ગત વર્ષ કરતા 10 થી 15 રૂપિયાનો વધારો મળી શખે છે. એટલે કે પ્રતિ કિલો 40 થી 60નો ભાવ બજારમાં મળશે.

કોરોનાકાળના કારણે નિકાસને અસર થશે
બીજીતરફ કોરોનાકાળના કારણે નિકાસને અસર થશે તેવું ઉમેર્યું હતું. તો બીજીતરફ બે દાયકાથી કેરીની ખેતી કરતા મઉંના કિસાન બટુકસિંહે જાડેજાએ જણાવ્યું હતું કે, વચ્ચે હવામાન સારૂ રહેતા ૧૨૦ ટકા ફલાવરીંગ થતા કિસાનો ખુશ થઈ ગયા હતા. પરંતુ છેલ્લા કેટલાક દિવસોમાં રાતના ઝાકળ બહુ થતી હોવાથી જીવાતનો ઉપદ્રવ પ્રથમવાર જોવા મળ્યો છે. જેના કારણે ફળની સાઈનીંગ ચાલી ગઈ છે. તેથી આ વખતે ફળની ક્વોલીટી નબળી થાય તેવી વકી છે. દોઢ દાયકામાં પ્રાથમવાર આ પ્રકારની જીવાતનો રોગચાળો ઉદભવ્યો હોવાનું તેમણે ઉમેર્યું હતું. આગામી ૧૫ દિવસમાં જો હવામાન ન બગડે તો સારા પાકની આશા છે.

કચ્છની કેરી રાજ્યમાં સૌથી છેલ્લે બજારમાં આવતી હોય છે
કચ્છની કેસર કેરીનું ઉત્પાદન રાજ્યમાં અન્ય કેરીની જાત કરતા પાછોતરૃ હોય છે. ૧૫મે બાદ બજારમાં તેનું આગમન થતું હોય છે. હાલે કચ્છમાં મિશ્ર હવામાન ચાલી રહ્યું છે, સવારે ઝાકળ, બપોરે ગરમી તાથા રાત્રે આછેરી ઠંડી જેવું વાતાવરણ હોય છે. ત્યારે હવામાન પલટો ન મારે તેવી આશા કિસાનો સેવી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. અમારા ટેલીગ્રામ ગ્રુપ માં જોડાઈને મેળવો તમામ અપડેટ:  https://t.me/trishulnews ગુગલ ન્યુઝમાં ફોલો કરો: http://bit.ly/TrishulNewsOnGoogle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *