તૌકતે વાવાઝોડાએ હાલ સમગ્ર ગુજરાતમાં તબાહી મચાવી છે. વાવાઝોડું રાત્રે 9 વાગ્યે ગુજરાતના ઉના પાસે ટકરાયું હતું. તે દરમિયાન તેની ગતિ પ્રતિ કલાક 150થી 175 કિલોમીટરની હતી. ભારે પવનને કારણે સંખ્યાબંધ વીજપોલ અને વૃક્ષો ધરાશાયી થઈ ગયાં હતાં. હાઈવે અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટી સંખ્યામાં વૃક્ષો પડી ગયાં હોવાથી રસ્તાઓ બંધ થઈ ગયા હતા, જ્યારે વીજપોલ પડી જતાં સમગ્ર પંથકમાં અંધારપટ છવાયો હતો.
સૌથી વધારે ઝડપ જાફરાબાદ અને પીપાવાવમાં 185 કિલોમીટર પ્રતિ કલાકની હતી. તૌકતે વાવાઝોડાએ ગુજરાતના દરિયા કાંઠે તબાહી સર્જી હતી. આ ઉપરાંત જૂનાગઢ જિલ્લાના ચોરવાડ શહેરમાં નારીયેળીનું ઝાડ પડતા 2 માળનું મકાન ધરશાહી થયું છે.
સમગ્ર પરિસ્થિતિ નિહાળ્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણી રાત્રે પોણા એક વાગ્યે સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમમાંથી રવાના થયા હતા. હવામાન ખાતાના અપડેટ મુજબ જાણવા મળ્યું છે કે, વાવાઝોડું ધીમે ધીમે નબળું પડી રહ્યું છે. વાવાઝોડાની મધ્ય આંખ છૂટી પડી રહી છે. વાવાઝોડાની બહારની તરફ સર્જાયેલું મોટું વાદળ પણ નબળું પડી રહ્યું છે. તો વેરાવળ-સોમનાથમાં ગઈ મોડી રાતથી વીજપુરવઠો ચાલુ-બંધ થવાનો સિલસિલો યથાવત છે.
જયારે વાવાઝોડું ટકરાયું ત્યારે મુખ્યમંત્રી કંટ્રોલરૂમમાં ઉપસ્થિત હતા અને સમગ્ર વાવાઝોડાના મેનેજમેન્ટનું સંચાલન કરી રહ્યા હતા. તેઓ જિલ્લાના કલેક્ટરો સાથે સંપર્કમાં હતા. કેટલાક તાલુકાઓમાં સાવચેતીના પગલાં તરીકે પાવર કટ કરવામાં આવ્યો હતો. તો અનેક જગ્યાએ થાંભલા પણ પડી ગયા છે. વૃક્ષો તૂટીને રસ્તા પર પડી ગયા છે. દરિયાના મોજા 6 મીટર સુધી ઉંચા ગયા હતા. વાવાઝોડાની આંખ પણ પસાર થઈ ગઈ છે. દોઢ વાગ્યાની આસપાસ વાવાઝોડું આગળ વધ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
સૌથી વધુ પ્રભાવિત તાલુકાઓમાં અમરેલી, ધારી, ખાંભા, અમરેલી, રાજુલા, જાફરાબાદ, મહુવાનો સમાવેશ થયો છે. સૌથી વધારે અસર ઉના અને ગીરગઢડામાં પડી હતી. અહી લાઈટો પણ ગઈ હતી. ઉપરાંત પવનની સાથે ભારે વરસાદ પણ થયો છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, વાવાઝોડું હજી આગળ વધશે. આજ સાંજ સુધીમાં ચક્રવાત આપણા રાજ્યમાંથી પસાર થશે. આ દરમિયાન હજી આવવતીકાલ સાંજ સુધી સાવચેતી રાખવાની છે.
બોટાદમા પરિવારને સલામત સ્થળે ખસેેડાયો
આ તબાહી દરમિયાન બોટાદના કૃષ્ણસાગર તળાવ પાસે ઝૂપડામાં રહેતા એક પરિવારને મોડી રાત્રે સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો. અગાઉ સૂચના આપવા છતાં પરિવાર સલામત જગ્યા પર ગયો ન હતો. બોટાદ ડી.વાય.એસ.પી. રાજદીપ નકુમને આ માહિતી મળતા ટીમ સાથે પહોંચી પરિવારને સલામત સ્થળે ખસેડવામાં આવ્યો હતો.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.