90 વર્ષની કામવાળીની સેવા-ચાકરીમાં જોડાયો સુરતનો પાટીદાર પરિવાર- કરુણ દ્રશ્યો તમને પણ કરી દેશે ભાવુક

Patidar family serving Kamwali in Surat: આ સમયમાં કહેવાય છે ને, કોઈ કોઈનું નથી. પરંતુ આજે સુરતમાં એક એવો કિસ્સો સામે આવી રહ્યો છે, જ્યાં 40 વર્ષ સુધી પરિવારની સેવા અને ઘરકામ કરનાર વૃદ્ધાની સેવા હવે આખું પરિવાર કરી રહ્યું છે. કારણ કે આ વૃદ્ધા હાલ પથારીવશ છે. આ વૃદ્ધાને શરીરે એક ગંભીર ઇજા થતાં તેઓ ચાલી પણ નથી શકતા. જેમની સંપૂર્ણ સેવાકીય કાર્ય હાલ પટેલ પરિવારનું દંપતી કરી રહ્યું છે.

આ સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો, જ્યારે દંપતી રાંદેર પોલીસ મથકે પોહચ્યું હતુ. જ્યાં વૃદ્ધા પથારીવશ હોવાથી ગમે તે ઘડીએ તેઓ પોતાના પ્રાણ પણ છોડી શકે છે. જો કે, કોઈ ઓળખ પુરાવા ન હોવાથી અંતિમવિધિ કરતી વેળાએ ઘણી મુશ્કેલી પડી શકે છે. જે ચિંતાને લઈ પટેલ દંપતી મદદની આશા સાથે રાંદેર પોલીસ તેમના મથકે પોહચ્યું હતું.

વૃદ્ધ મહિલાની સેવા કરે છે પટેલ દંપતિ
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલ સાંઇબાબા શ્રધ્ધાનગર સોસાયટીમાં રમેશભાઈ પટેલ અને તેમની પત્ની ગીતાબેન સાથે નિવૃત જીવન ગુજરી રહ્યા છે. રમેશ પટેલ અગાઉ સુરત જી.ઇ.બી. વિભાગમાં ઓડિટર તરીકેની સેવા આપી રહ્યા હતા. જ્યારે તેમના પત્ની ગીતાબેન પણ પાલિકા સંચાલિત શાળામાં શિક્ષિકા તરીકે સેવા કરીને પોતાની ફરજ ભજવી ચુક્યા છે.

આ દંપતીને સંતાનમાં ત્રણ દીકરીઓ છે, જે દીકરીઓએ પણ પોતાના સાસરે છે. વર્ષ 1983માં આ દંપતી રાજુલબેન ખાલકભાઈ ગામીતના સંપર્કમાં આવ્યા હતાં. જે હાલ તેમના જ ઘરે પથારીવશ જીવી રહ્યા છે. જે રાજુલબેન પટેલ દંપતીના નણંદને ત્યાં કેર ટેકર તરીકે કામ કરી રહ્યા હતા. જે બાદ રાજુલબેન ઘરકામ માટે પટેલ દંપતીના ત્યાં કાયમી ધોરણે સ્થાયી થઈ ચુક્યા હતા.

સજ્જન પટેલ દંપતિની માનવ સેવા(Patidar family serving Kamwali)
જ્યાં તેઓ વર્ષ 1983થી લઈ આજ દિન સુધી તેઓ પટેલ દંપતીના ત્યાં એક ઘરના સભ્ય તરીકે રહેતા હતા. રાજુલબેન ઘરના કામકાજ અને શાર-સંભાળ પણ રાખતા હતા. આ વચ્ચે પટેલ દંપતી પંદર દિવસ પહેલાં બહારગામ ગયા હતા. ત્યારે કામ કરતા રાજુલબેન નીચે પડી જવાના કારણે તેમને શરીરે ગંભીર ઇજા પોહચી હતી. હોસ્પિટલમાં સારવાર આપ્યા પછી તેઓને ઘરે લઈને આવ્યા હતા.

જ્યાં ચાલવામાં અસક્ષમ રાજુલબેનની તમામ સેવાચાકરી હવે આ દંપતી કરી રહ્યું છે. વૃદ્ધા રાજુલબેનના કોઈ ઓળખ પુરાવા ન હોવાથી પટેલ દંપત્તિ ચિંતામય બની ગયું છે. તેમના સ્વર્ગવાસ પછી તેમની અંતિમ વિધિમાં કોઈ અગવડતા ન પડે તે માટે પટેલ દંપત્તિ રાંદેર પોલીસમાં મથકે પહોંચ્યું હતું. જ્યાં સમગ્ર બાબત રાંદેર પોલીસને જણાવતા પોલીસે પણ એક માનવીય અભિગમ અપનાવી સ્થાનિક નગર સેવકની મદદથી વૃદ્ધાના ઓળખ પુરાવા બનાવવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *