Heart attack in Mehsana: ગુજરાતની અંદર દિવસેને દિવસે નાની ઉંમરના યુવકો તેમજ વ્યક્તિઓને હાર્ટએટેક(Heart attack in Mehsana) આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. અનેક ઘટનાઓમાં હાર્ટએટેકના કારણે મોત થવાની પણ ઘટનાઓ પણ સામે આવી રહી છે. તેવી જ એક એક ઘટના કડી તાલુકાના કુંડાળ ગામમાં બની છે. યુવકના જન્મદિવસે જ યુવકને હાર્ટ એટેક આવતા યુવકનું મોત નીપજ્યું છે. નાની ઉંમરમાં પુત્રનું મોત થતા પરિવાર તેમજ સમગ્ર ગામની અંદર શોકનો માહોલ છવાઈ ગયો છે.
કામ કરતા કરતા અચાનક યુવકને હાર્ટ એટેક આવ્યો
કડીના કુંડાળ ગામના વતની અને અત્યારે કરણનગર રોડ ઉપર આવેલા રાજદર્શન ફ્લેટમાં રહેતા ભગવતભાઈ સોમનાથ પટેલ ખેતીવાડીનો વ્યવસાય અને પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરી રહ્યા છે તેમને બે દીકરાઓ છે. તેમના 26 વર્ષની ઉંમરના કુંજ પટેલ નામના દીકરોનો જન્મ દિવસ હોવાથી ઘરમાં બધા લોકોમાં અલગ ઉત્સાહ હતો. બધા પરિવારના લોકોએ યુવકને જન્મ દિવસની શુભકામનાઓ આપ્યા પછી યુવક સવારે જન્મદિવસની ખુશીઓ સાથે કલોલ તાલુકાના ખાત્રજ સીમમાં આવેલી પ્રાઇવેટ કંપનીમાં નોકરી માટે ગયો.
તે દરમિયાન કંપનીમાં કામ કરતા કરતા અચાનક જ યુવકને હાર્ટ એટેક આવી ગયો છે. કંપનીના કર્મચારીઓએ યુવકને તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં ડોક્ટર દ્વારા યુવકને મોત જાહેર કરાતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
પિતાએ સવારે જ ફેસબુક પર શુભકામનાઓ પાઠવી હતી
કડીના કુંડાળ ગામના વતની અને અત્યારે હાલ કરણનગર રોડ ઉપર રહેતા ભગવતભાઈ પટેલનો પુત્ર કુંજ પટેલનો જન્મ તારીખ 12 જાન્યુઆરી 1998ના રોજ થયો હતો. કુંજ પટેલ નિત્યક્રમ પ્રમાણે સવારે ખાત્રજ ખાતે આવેલા એક ખાનગી કંપનીમાં નોકરી માટે જતો હતો. જ્યારે આજે તેનો 26મો જન્મદિવસ હતો જેથી તેના પિતા ભગવતભાઈ પટેલે ફેસબુક આઇડી ઉપર પોતાના પુત્રનો ફોટો મૂકીને પુત્રને જન્મદિવસની શુભકામનાઓ સુભેચ્છાઓ આપી હતી. પિતાને તો એ ખબર જ નહીં હોય કે આ શુભકામનાઓ અને પુત્રના જન્મદિવસની ખુશીઓ દુઃખમાં ફેવરાઇ જશે.
ખુશીઓનો માહોલ દુઃખમાં ફેવરાઇ ગયો
બપોરના પોતાનો પુત્ર નોકરી ઉપર હતો ત્યારે કુંજને એકાએક કામ કરતા જ છાતીમાં દુખાવો થતા હાજર કર્મચારીઓ દ્વારા અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યો હતો. જ્યાં હાજર ડોક્ટર દ્વારા તેને મૃત જાહેર કરાતા કંપનીના કર્મચારીઓએ તેમના પરિવારમાં તરત જ જાણ કરી હતી. અચાનક જ પોતાના પુત્રના મોતના સમાચાર આવતા ખુશીઓનો માહોલ દુઃખમાં ફરી ગયો હતો. એકાએક આશાસ્પદ યુવકનું હૃદય હુમલાના રોગથી મોત થતા પરિવાર તેમજ ગામની અંદર શોકની લાગણી છવાઈ ગઈ હતી.
- ગુગલ ન્યુઝમાં Trishul News Gujarati ની અપડેટ મેળવવા ક્લિક કરો: Trishul News Gujarati
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લaખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: Trishul News YouTube