જમ્મુ કાશ્મીરના પુલવામાં જિલ્લાના ત્રાલ વિસ્તારમાં બુધવારના રોજ આંતકવાદીઓએ ભાજપના એક કોર્પોરેટરની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. ભાજપના કોર્પોરેટર રાકેશ પંડિત પર આતંકવાદીઓ દ્વારા હુમલો કર્યો તે સમય દરમિયાન તેઓ કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર જ પોતાના મિત્રને મળવા ગયા હતા. તેમની સુરક્ષા માટે 2 પર્સનલ સિક્યુરીટી ઓફિસર્સ પણ રાખવામાં આવ્યા હતા. જોકે આ ઘટના દરમિયાન બંને સિક્યુરીટી ઓફિસર્સ તેમની સાથે ન હતા.
પોલીસે જણાવતા કહ્યું હતું કે 3 જેટલા આંતકીઓની ટુકડી રાત્રે અંદાજે 10.15 વાગ્યે ભાજપના કોર્પોરેટર રાકેશ પંડિત પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો. પોલીસે જણાવ્યું હતું કે રાકેશ પંડિતને હોસ્પીટલમાં લઇ જવામાં આવ્યા હતા, પરંતુ તેમનું મોત થયું હતું. હાલમાં આ આંતકવાદીઓને પકડવા માટે તે વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
આંતકવાદીઓ દ્વારા કરવામાં આવેલ અંધાધૂંધ ગોળીબારમાં રાકેશ પંડિતના મિત્રની દીકરી પણ ઘાયલ થઇ હતી. હાલમાં તેમની સ્થિતિ ખુબ ગંભીર છે. પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે માનક સંચાલન પ્રક્રિયાનું ઉલ્લઘન કરી તે કોઈ પણ પ્રકારની સુરક્ષા વગર જ દક્ષિણ કાશ્મીરમાં આવેલ પોતાના પૈતૃક ગામ ગયા હતા.
રાજ્યના ભાજપના પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ આતંકવાદી હુમલાની નિંદા કરી છે. સાથે તેમણે જણાવતા કહ્યું છે કે અમે રાકેશ પંડિતની શહાદતને વ્યર્થ નહિ જવા દઈએ. કાશ્મીરમાં રહેલા આંતકીઓને ખતમ કરી દેવામાં આવશે. ભાજપ પ્રમુખ રવિન્દ્ર રૈનાએ આ સમગ્ર ઘટનાને માનવતા અને કશ્મીરિયતની હત્યા સ્વરૂપે ગણાવી છે. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ એવા મહેબુબા મુફ્તીએ જણાવતા કહ્યુ છે કે હિંસાની આવી મુર્ખતાપૂર્ણ ઘટનાએ કાશ્મીરને હંમેશા માટે દુઃખ પહોંચાડ્યુ છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.