ભરુચ(ગુજરાત): ગઈ કાલે સાંજના સમયે ભરૂચની નર્મદા નદી પરના કેબલ બ્રિજ નીચેથી 2 થી 3 દિવસ પહેલા જ જન્મેલ નવજાત બાળકીનો બેહાલ અવસ્થામાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ભરૂચ પોલીસે આ ઘટના અંગે તપાસ હાથ ધરી હતી.
ઘણા લોકો ભરૂચ નર્મદા નદી પરના કેબલ બ્રિજ પર હરવા ફરવા આવતા હોય છે. ત્યારે 2 વ્યક્તિને એક બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો, હાલમાં જ બાળકી જન્મી હોવાનું અનુમાન લગાવામાં આવી રહ્યું હતું. બાળકીને ગંભીર અવસ્થામાં જોતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. તેના માતા પિતા કોન છે ? બાળકીની આવી હાલત કોણે કરી? તેવા અનેક સવાલો ઉભા થતા હોબાળો મચી ગયો હતો.
બાળકીને ગંભીર અવસ્થામાં જોઈને આસપાસ ઉભેલા લોકોએ તરત જ ભરૂચ પોલીસને જાણ કરી હતી. પોલીસનો કાફલો તરત જ ઘટના સ્થળ પર પહોંચી આવ્યો હતો. પોલીસે તરત જ બાળકીનાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી અને તેના માતા પિતાની શોધખોળ શરૂ કરી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.