યુવતીને જોવા આવેલા છોકરાએ કહ્યું- ‘તું નથી ગમતી’ તો કર્યો મોટો કાંડ- છોકરીએ મિત્ર સાથે મળીને કરી એવી કરતુત કે પોલીસ પણ થઇ દોડતી

સુરત(ગુજરાત): આજકાલ ફેક સોશિયલ મીડિયા અકાઉન્ટ(Fake social media account) બનાવીને બ્લેકમેઈલ કરવાના કિસ્સા સતત સામે આવતા રહે છે. ત્યારે સુરત(Surat)ના મોટા વરાછા(mota varachha) વિસ્તારમાં રહેતી યુવતીએ એક યુવકને ફેસ મોર્ફ કરીને અન્ય યુવતી સાથેનો બીભત્સ ફોટો બનાવી સબંધીઓને મોકલી બદનામ કર્યો હોવાનો કિસ્સો સામે આવ્યો છે.

મળતી માહિતી મુજબ, મોટા વરાછા રહેતી સુમિતા વિનુભાઈ સુતરીયા નામની યુવતીએ વિમલકુમાર સુભાષભાઈ ઘેટિયા નામના તેના એકાઉન્ટન્ટ મિત્ર સાથે મળીને એક કારખાનેદારના બીભત્સ ફોટા બનાવીને બ્લેકમેઈલ કર્યો હતો. જેમાં સાઈબર ક્રાઈમ દ્વારા બંનેની ધરપકડ કરવામાં આવી છે.

એક વર્ષ પહેલા કારખાનેદાર સુમિતાને સગાઈ માટે જોવા આવ્યો હતો અને કારખાનેદારે સુમીતાને ના પાડતા તેનો બદલો લેવા યુવતીએ કારખાનેદારના અન્ય યુવતી સાથે બીભત્સ ફોટા બનાવીને ફેસ મોર્ફ કરીને તેના સબંધીમાં વાઈરલ કરીને બ્લેકમેઈલ કર્યો હતો.

હાલ આ મામલે સાઈબર ક્રાઈમે 37 વર્ષીય વિમલ સુભાષ ઘેટીયા (રહે,વેરોના રેસિડન્સી,સરથાણા,મૂળ રહે,દ્વારકા) અને 28 વર્ષીય સુમિતા વિનુ સુતરીયા (રહે, યમુના દર્શન સોસા,મોટાવરાછા,મૂળ રહે,ભાવનગર)ની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *