વિદાય વેળાએ દુલ્હનની જગ્યાએ ચોધાર આંસુએ રડી પડ્યો વરરાજો- વિડીયો જોઇને તમે પણ હસવું નહિ રોકી શકો

સોશિયલ મીડિયામાં અવારનવાર અનેક વિડીઓ વાયરલ થાય છે. કેટલાય વિડીઓ એવા હશે જેને જોઇને તમે ડરી જતા હશો તો અમુક વિડીઓ એવા હોય છે જે આપણું દિલ જીતી લે છે. ત્યારે અમુક વિડીઓ રમુજી હોય છે. જયારે અનેક વિડીઓ પ્રેરણાત્મક અથવા સૂચનાત્મક હોય છે. ત્યારે આવો જ એક રમુજી વિડીઓ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જે વિડીઓ જોઇને તમને પણ નવાઈ લાગશે. જેમાં એક દુલ્હનની વિદાય થઈ રહી છે.

આપને સૌ જાણીએ છીએ કે, ભારતીય લગ્નની તમામ પળ ખુબ જ હ્દયસ્પર્શી હોય છે. જોવા જઈએ તો આપણે સૌ કન્યાની વિદાય વખતે રડવાના દ્રશ્યો જોતા હોઈએ છીએ. તમે આ વીડીઓમાં કઈક અલગ જ જોવા મળી રહ્યું છે, એટલે કે સાવ ઉલટું જ જોવા મળી રહ્યું છે.

વીડીઓમાં તમે સ્પષ્ટ જોઈ શકો છો કે, કન્યા હસતા મુખે જ પોતાના ઘરેથી વિદાય લઇ રહી છે. ઘરના અન્ય સભ્યો પણ હસતા મુખે વિદાય કરી રહ્યા છે. કન્યા હસતા મુખે પરિવારના સભ્યો અને સબંધીઓને ગળે ભેટી રહી છે. આ બધું જોઇને દુલ્હાની આંખમાં આંસુ આવી જાય છે.

સોશિયલ મીડિયાની સાઈટ ઈંસ્ટાગ્રામ પર આ વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આ વિડીઓને અત્યાર સુધીમાં 4 હજાર કરતા પણ વધુ લાઈક મળી ચુકી છે. યુઝર્સ આ વીડિયો પર અલગ અલગ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *