બધા રસ્તા બંધ હોવા છતાં 4 કિલોમીટર ચાલીને વરરાજો પહોચ્યો કન્યાના ઘરે- જુઓ તસ્વીરો

જાન્યુઆરી મહિનો પૂરો થવા આવ્યો છે પરંતુ ઉત્તર ભારતને બરફવર્ષામાંથી રાહત મળી રહી નથી. ઉત્તરાખંડ અને હિમાચલના અનેક પ્રદેશમાં અત્યારે ભારે બરફવર્ષા થઈ રહી છે. બરફવર્ષના કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ ગઈ છે અને ઉદ્યોગ-ધંધા બંધ થઈ ગયા છે. પરંતુ આનાથી જીવન તો અટકી નથી જતું ને? આવા જ અભીગમ સાથે એક વરરાજાએ ભારે બરફ વચ્ચે પોતાની જાન કાઢી હતી.

ANIએ એક એવા વરરાજાના ફોટા સાથે ટ્વીટ કર્યું હતું, જે કન્યાના ઘરે પહોંચવા માટે ૪ કિલોમીટર જેટલું અંતર ચાલીને કાપ્યું હતું. બરફને કારણે રસ્તા જામ હોવાથી વાહન કોઈ પણ પરિસ્થિતિમાં નીકળે તેમ જ નહતું. આવામાં વરરાજાએ પરણવા જવા માટે ચાલીને કન્યાના ઘરે જવાનું નક્કી કર્યું.

ઉત્તરાખંડના ચમોલીમાં બિજરા ગામમાં એક વરરાજો ૪ કિ.મી ચાલીને કન્યાના ઘરે પહોચ્યો હતા. વરરાજાએ લગ્નના કપડા પહેર્યા હતા. બરફથી બચવા તને સાથે છત્રી પણ લીધી હતી. લગ્ન વિધિ લુંતારા ગામમાં થઈ હતી.

ઉત્તર ભારતમાં આ સીઝનમાં લગ્ન રાખનારા લોકોના લગ્નમાં બરફ વર્ષા વિલન બનતી હોવાના અનેક કિસ્સા જાણવા મળે છે. ગયા જ અઠવાડિયે કાશ્મીરમાં એક જવાન બરફવર્ષાને કારણે પોતાના જ લગ્નમાં પહોંચી નહતો શક્યો. હિમાચલ પ્રદેશના મંડીના રહેવાસી સુનીલના લગ્ન હતા એ જ દિવસે ભારે બરફવર્ષા થઈ હતી. દુલ્હારાજા પોતે જ ગામ ન પહોંચી શકતા લગ્નની તારીખ પાછી બદલવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

તમે અમને વોટ્સેપ, ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *