રાજકોટ(gujarat): રાજ્યના રાજકોટ શહેરના ગોંડલ રોડ પર સર્જાયેલ ઘટનાને લઈ હાલમાં એક સમાચાર સામે આવ્યા છે. શહેરના જૂના માર્કેટિંગ યાર્ડ પાસે મુખ્ય માર્ગ પર અચાનક ઝાયલો કારમાં આગ લગતા મોટી દુર્ઘટના થતા અટકી હતી. ગઈકાલે રાત્રિના 11 વાગ્યાનાં સુમારે અચાનક કારમાં આગ લાગી ઉઠતા સ્થાનિકોએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી.
ત્યારપછી પાણીનો મારો ચલાવીને આગ પર માંડ–માંડ કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. અહીં નોંધનીય છે કે, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સર્જાઈ નથી. આની સાથે જ જન્માષ્ટમીનાં તહેવાર અગાઉ કોઈ જાનહાની સર્જાઈ નથી.
ટ્રાફિક ડાયવર્ટ કરાયો:
મળી રહેલ જાણકારી પ્રમાણે રાજકોટ-ગોંડલ હાઇવે પર જૂના માર્કેટિંગ યાર્ડ પાસે રોડ પર ગઈકાલે રાત્રિના સમયે 11 વાગ્યાનાં સુમારે માર્ગ પર જઈ રહેલ કારમાં અચાનક આગ લાગવાની ઘટના સામે આવી હતી. આગ લાગતાની સાથે જ લોકોમાં દોડધામા મચી જવા પામી હતી તેમજ ટ્રાફિક ડાયવર્ટ કરી દેવામાં આવ્યો હતો.
આની સાથે ત્યારપછી તરત જ સ્થાનિક લોકો દ્વારા ફાયરબ્રિગેડને જાણ કરી દેવામાં આવી હતી તેમજ પાણીનો મારો ચલાવીને આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો. જો કે, સદનસીબે આગ લાગવાને કારણે કોઈ જાનહાનિ સર્જાઈ નથી.
મોટી દુર્ઘટના સહેજમાં અટકી:
અચાનક માર્ગ પર જઈ રહેલ કારમાં હાઇવે પર આગ લાગી ઉઠતા મોટી દુર્ઘટના સહેજમાં અટકી હતી ત્યારે અચાનક કારમાં આગ લાગવાનું પ્રાથમિક કારણ શોટ સર્કિટ હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, ગત સોમવારે પણ સવારના સમયે કોઠારીયા રોડ પર નટરાજ પેટ્રોલપંપની બહાર આગ લાગવાની ઘટના સામે આવી હતી. આ સમયે પણ મોટી દુર્ઘટના થતા થતા અટકી ગઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.