ગણેશ વિસર્જન માટે જતા પરિવારને નડ્યો ગંભીર અક્સ્માત- એકનું મોત અને 10થી વધુ ઘાયલ

આણંદ(ગુજરાત): આજકાલ અકસ્માત(Accident)ના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની બેદરકારીનો ભોગ માસુમ લોકો બનતા હોય છે. ત્યારે આણંદ(Anand)નાં વ્હેરાખાડી(Verakhadi) પાસે પૂરપાટ ઝડપે જતી…

આણંદ(ગુજરાત): આજકાલ અકસ્માત(Accident)ના બનાવોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. બીજાની બેદરકારીનો ભોગ માસુમ લોકો બનતા હોય છે. ત્યારે આણંદ(Anand)નાં વ્હેરાખાડી(Verakhadi) પાસે પૂરપાટ ઝડપે જતી કારે પ્રથમ બાઇક અને બાદમાં ગણેશ વિસર્જન માટે ટેમ્પામાં જતાં પરિવારને હડફેટે લીધા હતાં. જેના કારણે બાઇક(bike) સવાર એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે દસ જેટલા લોકો ઘાયલ થયા હતાં. ત્યારબાદ આ તમામને સારવાર માટે ચાર જેટલી એમ્બ્યુલન્સ(Ambulance)માં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

જાણવા મળ્યું છે કે, ચિખોદરા ગામે રહેતા અલ્પેશભાઈ રમણભાઈ પરમારના ફળીયામાં યુવક મંડળ દ્વારા સાર્વજનિક ગણપતિ મુકવામાં આવ્યાં હતાં. જે રવિવારે બપોરના અરસામાં ચિખોદરા ફળીયામાંથી ગણપતિ મૂર્તિ વિસર્જન માટે વ્હેરાખાડી જવા ગામના હર્ષદભાઈ રાવજીભાઈ પરમારની થ્રી વ્હિલ ટેમ્પામાં નીકળ્યાં હતાં.

આ ટેમ્પામાં અલ્પેશભાઈના પરિવારજનો તથા ફળીયાના અન્ય લોકો પણ બેઠાં હતાં. મળતી માહિતી મુજબ, ટેમ્પો સરસાથી વ્હેરાખાડી રોડ પર જતા આશરે પોણા બે વાગ્યાના અરસામાં વ્હેરાખાડી તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલી કાર અચાનક બેફામ થઇ ગઈ હતી અને પ્રથમ એક બાઇકને હડફેટમાં લીધા બાદ સીધી જ ટેમ્પા સાથે ધડાકાભેર અથડાઇ હતી અને સીધી ડિવાઇડર સાથે અથડાઇ હતી.

જાણવા મળ્યું છે કે, આ અકસ્માત એટલો જબરદસ્ત હતો કે ટેમ્પો પલ્ટી જતાં તેમાં સવાર ગણેશભક્તોની ચિચિયારીથી વાતાવરણ ધ્રુજી ઉઠ્યું હતુ. આ અકસ્માતના પગલે આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યાં હતાં અને બચાવ કામગીરી શરૂ કરી હતી. જ્યારે 108ને જાણ કરતાં ત્રણથી ચાર એમ્બ્યુલન્સ પણ ત્યાં આવી પહોંચી હતી અને ઘાયલોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલા ગોપાલભાઈ ચીમનભાઈ પરમારનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. આ અંગે ખંભોળજ પોલીસ દ્વારા કાર (નં. GJ-34-B-0821)ના ચાલક સામે ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *