નાના બાળકોને હાથી જોવો ખૂબ જ ગમે છે. ખાસ કરીને અમને તેમની ક્રિયાઓ ખુબ જ સુંદર લાગે છે અને આપણને હસાવે છે. હાથીઓના રમુજી અને સુંદર વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. હાથીનો આવો જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમણે લોકોના દિલ જીતી લીધા છે.
આ સુપર ક્યૂટ વીડિયો એક બાળક અને હાથીનો છે. જેમાં તે બાળકોની જેમ બોટલમાંથી હાથીના બચ્ચાને પ્રેમથી દૂધ પીવડાવતો જોવા મળે છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઈ રહ્યો છે અને અમને ખાતરી છે કે, આ વીડિયો જોઈને તમારું દિલ પણ ખુશ થઈ જશે.
Hand-feeding specialist formula milk is just one of the ways we help orphaned elephants survive after losing their mother and family. So they can one day return back to the wild. Find out how you can help by adopting an orphan: https://t.co/cdy5cCIiO6 pic.twitter.com/gSJbLwxuf5
— Sheldrick Wildlife (@SheldrickTrust) August 26, 2021
શેલ્ડ્રીક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટે ટ્વિટર પર 23 સેકન્ડની ક્લિપ પોસ્ટ કરી છે અને તેને અત્યાર સુધીમાં 4,000થી વધુ વખત જોવામાં આવી છે. આ ટૂંકી ક્લિપમાં, કેટલાય રખેવાળ પ્લાસ્ટિકની બોટલથી હાથીના બચ્ચને દૂધ પીવડાવી રહ્યા છે.
શેલ્ડ્રીક વાઇલ્ડલાઇફ ટ્રસ્ટે સમજાવ્યું કે, હાથીઓને આપવામાં આવતું દૂધ એક વિશેષ ફોર્મ્યુલા છે કારણ કે તે તેમના પરિવારને ગુમાવ્યા પછી ટકી રહેવામાં મદદ કરે છે. શેલ્ડ્રીક વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટે તેની પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે, “હેન્ડ-ફીડિંગ નિષ્ણાત ફોર્મ્યુલા દૂધની એક રીત છે જે આપણે અનાથ હાથીઓને તેમની માતા અને કુટુંબ ગુમાવ્યા પછી જીવિત રહેવામાં મદદ કરીએ છીએ.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.