માતા પિતાએ જ ચાર મહિનાના બાળક સાથે પાર કરી હેવાનિયત- જોવો જેવી પણ નથી બાળકની પરિસ્થિતિ

બધા જ માતા પિતા બાળક માટે પોતાનો જીવ આપવા માટે તૈયાર થાય છે. એક એવી ઘટના અમે તમારી માટે લાવ્યા છીએ જે જાણીને ઘણા માતા પિતાનું હૃદય કંપી જશે. એક માતા પિતાએ કર્યું છે એવું કામ કે જે કોઈ પોતાના દુશ્મન સાથે પણ ન કરે. આ માતા પિતા પોતાના બાળકને દુનિયામાં લાવવા માટે ઘણુ બધું કરતા હોય છે. તેઓ સતત પ્રયત્ન કરે છે કે તેમના બાળકને વિશ્વના બધા જ સુખ મળે.

આ માતા પિતાએ પોતાના 4 મહિનાના નાના માસુમ બાળકને માઇક્રોવેવમાં મૂકી દીધું હતું. ત્યારબાદ બંને તેને તડપતો જોઈ રહ્યા હતા. માતા પિતાએ બાળક સાથે આવું કૃત્ય કર્યું હતું એ ખરેખર શરમજનક અને નિંદનીય બાબત છે. હાલ બંને પોલીસ કસ્ટડીમાં છે. ત્યાં તેમની પૂછપરછ ચાલી રહી હતી. તે દરમિયાન તેમણે જે જણાવ્યું હતું એ જાણીને તમને નવાઈ લાગશે. 4 મહિનાના બાળકને તેમને માઇક્રોવેવમાં સળગાવવા માટે મૂકી દીધો હતો. જયારે બાળકને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો ત્યારે આ વાતનો ખુલાસો થયો છે. પોલીસને હોસ્પીટલે જાણ કરવામાં આવે છે. ત્યારબાદ પોલીસ આવીને માતા પિતાની ધડપકડ કરી છે. માહિતી મુજબ, 4 મહિનાથી પણ નાનું બાળક છે. માઇક્રોવેવમાં બાળકને મુકવાને કારણે તેનો ચહેરો બહુ ખરાબ થઇ ગયો હતો.

જયારે બાળકને હોસ્પિટલ લાવવામાં આવે છે ત્યારે ડોકટરોને શંકા થઇ હતી કે, આ બાળક સાથે કાંઈક ખોટું થઇ રહ્યું છે. ત્યારે તેને તરત જ પોલીસને આ વિશે જાણ કરી હતી. ત્યારે માતા પિતાએ જણાવ્યું હતું કે, ઘરમાં સાફ સફાઈ કરવાવાળું કેમિકલ બાળક પર પડી ગયું હતું. અને તેને કારણે તે બળી ગયું હતું પણ જયારે તપાસ કરવામાં આવી ત્યારે સમગ્ર ઘટના સામે આવી હતી.

જયારે પોલીસે કડકાઈથી પુછપરછ કરતા તેઓએ ગુનો કબુલ કર્યો હતો. સાથે કહ્યું છે કે, બાળક તેમને ટીવી જોવામાં હેરાન કરતો હતો અને તેના રડવાના અવાજથી તેઓ પરેશાન થઇ ગયા હતા. તેને કારણે તેઓએ બાળકને માઇક્રોવેવમાં મૂકી દીધું હતું. થોડીવાર માટે ચાલુ પણ કરી દીધું હતું. જેના કારણે બાળક ખરાબ રીતે દાઝી ગયું હતું. આ અપરાધ માટે તેમને સજાના સ્વરૂપે 5 લાખ ડોલર દંડ અને જેલની સજા પણ ફટકારી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *