ગુજરાત(Gujarat): મોરબી(Morbi)નો ઝૂલતો પૂલ તૂટી(Morbi Bridge collapsed) જવાની ઘટનાને લઈને અનેક વાતો સામે આવી રહી છે, ત્યારે એવી માહિતી મળી રહી છે કે, આ બ્રિજને બેસતા વર્ષના દિવસે જ ખૂલ્લો મૂકવામાં આવ્યો હતો. સાથે એવું પણ જાણવા મળ્યું છે કે, 6 મહિના સુધી બ્રિજના રિનોવેશન અને સમારકામ માટે બંધ રાખવામાં આવ્યો હતો, જેમાં લગભગ 2 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો, તેવું સામે આવ્યું છે. પરંતુ વર્ષો જૂનો આ બ્રિજની હાલત ખુબ ખરાબ હતી, તેમ છતા પણ ઓરેવા ગ્રુપને આ બ્રિજ 15 વર્ષ માટે સોંપી દેવામાં આવ્યો હતો અને માત્ર આટલું જ નહી પણ ઓરેવા ગ્રુપને પણ પૈસા કમાવવામાં જલ્દી હોય તેવી રીતે કોઈપણ ચકાસણી કર્યા વગર બ્રિજને ચાલુ કરી દેવામાં આવ્યો હતો અને 190 જેટલા નિર્દોષ લોકો આમાં મૃત્યુ પામ્યા હતા.
એવી માહિતી પણ સામે આવી છે કે 2006-07મા નગરપાલિકા હેઠળ આવેલ આ બ્રિજ બંધ કરી દેવામાં આવેલો. પછી તેના રિનોવેશન માટે ટેન્ડર બહાર પાડવામાં આવ્યા હતા, જેમાં મુંબઈની કંપની દ્વારા 89 લાખનું ટેન્ડર ભરવામાં આવ્યું હતું અને ઓરેવા ગ્રુપ દ્વારા તેના કરતા વધુ મોંઘું ટેન્ડર ભરવામાં આવ્યું હતું, છતા ટેન્ડર ઓરેવાને આપી દેવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટર દ્વારા આનો વિરોધ પણ કરવામાં આવ્યો હતો, પણ ગાંધીનગરથી ફોન આવતા ઓરેવા ગ્રુપને આ બ્રિજના રિનોવેશનની કામગીરી સોંપી દેવામાં આવી હતી.
ભાજપ સાંસદના 12 સંબંધીઓના પણ મોત, કહ્યું…
ગુજરાતના મોરબીમાં રવિવારના રોજ સાંજે થયેલી દુર્ઘટનામાં અત્યાર સુધીમાં અંદાજે 190 લોકોના મોત થઈ ચૂક્યા છે. મચ્છુ નદી પર થયેલા આ કાળજું કંપાવી દે તેવી ઘટનામાં ભાજપના સાંસદ મોહન કુંડરિયાના પણ 12 સંબંધીઓના મોત થયા છે.
મોદી આવતા જ શરુ થયું રીનોવેશન:
મોરબીસિવિલ હોસ્પિટલના તંત્ર દ્વારા તાત્કાલિક પણે હોસ્પિટલનું રંગરોગાન કાર્ય હાથ ધરી દેવામાં આવ્યું છે. કારણે આજે બપોર બાદ PM નરેન્દ્ર મોદી પીડિતોની મુલાકાત લેવાના છે. સિવિલ હોસ્પિટલને નવી બનાવવા માટે કલરકામ કરવામાં આવી રહ્યું છે. સાથે જ હોસ્પિટલની અંદર એલ્યુમિનિયમ સેક્શનના નાનાં નાનાં રૂમ પણ તૈયાર કરી દેવામાં આવ્યા છે. ત્યારે મોરબી સિવિલ હોસ્પિટલના રંગરોગાન કાર્યના વિડીયો અને ફોટો પણ સામે આવ્યા છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.