ચીનના વૈજ્ઞાનિકોએ પ્રકૃતિને ચેલેન્જ આપવાની હઠ કરી છે. પહેલા ચીને 2020 સુધી નકલી ચાંદ આકાશમાં ચમકાવવાનો દાવો કર્યો હતો. અને હવે તો માન્યામાં ન આવે તેવો તે પ્રકારનું કામ કરવાનું નક્કી કર્યુ છે અને તે છે કૃત્રિમ સૂર્ય.અત્યાર સુધી કૃત્રિમ ચાંદ બનાવવાની વાતો કરતા ચીને હવે કૃત્રિમ કે નકલી સૂર્ય બનાવવાની કવાયત શરૂ કરી છે. પ્રથમ દ્રષ્ટીએ માનવામાં ન આવે તેવી વાત છે. પરંતુ જે સૂર્યના તાપ આપણને આટલા દૂરથી દઝાડે છે. તેનાથી છ ગણો ગરમ સૂર્ય બનાવવાનુ ચીને નક્કી કર્યુ છે.ચીનમાં વધતા પ્રદુષણથી સૌ કોઈ ચિંતિત છે. ત્યારે ખાસ કરીને ચીનના વૈજ્ઞાનિકો સ્વચ્છ ઉર્જા ઉત્પન કરવા માટે કૃત્રિમ સૂરજ બનાવવાની તૈયારી કરી રહ્યા છે.
આ સૂરજ અસલી સૂર્ય કરતા છ ગણો ગરમ હશે.આપણે જે સૂરજ જોઈએ છીએ, પૂજીએ છીએ તે 1.50 કરોડ ડિગ્રી સેલ્સિયસ તાપમાન ધરાવે છે. જ્યારે ચીનમાં બનાનારો નકલી સુરજ 10 કરોડ ડિગ્રી સેલ્સિયસથી વધુ ગરમી પેદા કરશે.માનવામાં આવે છે કે, ચીન આ કૃત્રિમ સૂરજમાં ઉત્પન કરેલી ઉર્જાને વિશેષ ટેકનિકના માધ્યમથી પર્યાવરણ માટે સુરક્ષિત ગ્રીન ઉર્જામાં બદલી શકશે. જેથી ધરતી પર વધતી ઉર્જાનું સંકટ દુર કરી શકાશે.ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, 2020 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે પોતાના સૂર્યની મદદથી સ્વચ્છ અને અનલિમિટેડ ઉર્જા મેળવવાની ગણતરી છે.
ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે એચએલ-2એમ ટોકામેકના દાવા પ્રમાણે 2020માં ચીન કૃત્રિમ સૂર્ય બનાવી લેશે અને તેને અક્ટિવ પણ કરી દેશે. આ આર્ટિફિશિયલ સૂરજ 10થી 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આપવા સક્ષમ હશે.ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે, આ કૃત્રિમ સૂર્ય સ્વચ્છ ઉર્જા આપશે અને વળી અનલિમિટેડ ઉર્જાનો પ્રવાહ પણ મળશે. અત્યારે સૂર્યની ઉર્જા 10-12 કલાક મળે છે તેના બદલે આ સૂર્ય જરૂરિયાત પ્રમાણે પ્રકાશમાન તશે.
ચીની મીડિયાના અહેવાલ પ્રમાણે જૂનમાં કોઈલ સિસ્ટમની ડિલિવરી થઈ પછી કૃત્રિમ સૂર્યના ઈન્સ્ટોલેશનનું કામ સરળ રીતે ચાલી રહ્યું છે. જો કોઈ જ અન્ય વિઘ્ન નહીં આવે તો ચીન 2020માં કૃત્રિમ સૂર્ય સક્રિય કરશે. આ સૂર્યમાં ઈંધણ તરીકે હાઈડ્રોજન અને યુરેયિમ ગેસનો ઉપયોગ થશે.ચીનના ન્યૂક્લિયર કોર્પોરેશનના નેજા હેઠળ કાર્યરત ઈન્સ્ટિટયૂટ ઓફ ફિઝિક્સના વડા યુઆન જુરૂએ તો ત્યાં સુધી દાવો કર્યો હતો કે આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધી ઉર્જા આપવા સક્ષમ હશે.અગાઉ ચીને કૃત્રિમ ચંદ્ર બનાવવાનું અભિયાન શરૂ કર્યું હતું. ચંદ્રને પણ 2020 સુધીમાં સક્રિય કરવાનં ચીનનું આયોજન છે. 2020માં ચીન પોતાના સૂરજ અને ચાંદથી પ્રકાશિત કરે લેશે એવી આશા ચીની મીડિયાના અહેવાલમાં વ્યક્ત થઈ હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
તમે અમને વૉટસએપ, ટેલિગ્રામ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.