સુરત(surat): ધુળેટીના તહેવાર પર લોકો રંગોના રંગે રંગીને ઉજવણી કરી રહ્યા હતા તે દરમિયાન જ સુરત શહેરમાંથી એક મોટી દુર્ઘટના સામે આવી છે. સુરતમાં કતારગામ ખાતે આવેલ કોઝવે પર પાણીના પ્રવાહમાં બે યુવકો પાણીમાં નહાવા પડ્યા હતા. તે દરમ્યાન બને યુવકોના મોત થયા હોવાની ઘટના સામે આવી છે. યુવકોના મોત થતા લોકોની ભીડ જમા થઇ ગઈ હતી. ફાયર વિભાગને ઘટનાની જાણ થતાની સાથે જ બંને યુવકોના મૃતદેહ કોઝવેની બહાર કાઢ્યા હતા.
ધુળેટી પર્વ ની ઉજવણી કરી ઘરે પરત ફરી રહેલા રાજ્યસ્થાન ના બે યુવાનો કલર સાફ સફાઈ કરવા માટે તાપી નદીના કોઝવેમાં ન્હાવા પડ્યા હતા. ન્હાવા પડ્યા તે દરમ્યાન બને યુવાનો વિનોદ અને મદનલાલ ઊંડા પાણીમા ગરક થઈ ગયા હતા. સ્થાનિકોએ ફાયર વિભાગને જાણ કરતા ફાયર વિભાગ દ્વારા બોટ લઈ બને ને બહાર કાઢવામાં આવ્યા હતા. વિનોદ અને મદનલાલને બહાર કાઢી તાત્કાલિક સારવાર અર્થે સ્મિમેર હોસ્પિટલમાં માં ખસેડવામાં આવ્યા હતા.
મળતી માહિતી અનુસાર, સુરતના સિદ્ધિવિનાયક પાર્ક ખાતે આવેલ પાલનપુર જકાતનાકા શાકભાજી માર્કેટ નજીક રહેતા 2 યુવકો તેમના મિત્રો સાથે ધુળેટી રમવા માટે બહાર ગયા હતા. ધૂળેટી રમીને પરત ફરતા તેઓ કોઝવે પરથી પસાર થયા હતા. તે દરમિયાન બે યુવકોને કોઝવેના પાણીમાં નહાવાની ઈચ્છા થઈ હતી. જેથી તેઓ કોઝવેમાં નાહવા માટે નીચે ઉતર્યા હતા. કોઝવેમાં નહાવા જતાં એક યુવકનો પગ સ્લીપ થઈ ગયો અને પાણીમાં પડ્યો હતો. ત્યારબાદ તેને બચવવા માટે બીજો યુવક પડ્યો અને બંનેનાં ડૂબી જતાં મોત નીપજ્યાં હતાં.
એકસાથે બે યુવકોના મોત થતા ઘટના સ્થળે લોકોની ભીડ જમા થઈ ગઈ હતી. ત્યાં હાજર લોકોએ ફાયર વિભાગની ટીમને જન કરવામાં આવી હતી. બે યુવકો કોઝવેના પાણીમાં ડૂબી ગયા હોવાની માહિતી મળતા જ મોરાભાગળ ટીમ અને કતારગામ ટીમ ફાયર સ્ટેશનની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. ડૂબી ગયેલા યુવકોને બહાર કાઢવાની કામગીરી ખૂબ જ ઝડપથી શરૂ કરી દેવામાં આવી હતી. મદન માલી (ઉ.વ. 20) અને વિનોદ કુમાર સહગરા (ઉ.વ. 19)નું મોત નીપજ્યું હતું.
ફાયર વિભાગની ટીમેં ઘટના અંગે જણાવતા કહ્યું કે, મળેલી માહિતી મુજબ સુરતમાં રહેતા અનેક મિત્રો ધુળેટી રમવા માટે બહાર ગયા હતા અને તેઓ ધૂળેટી રમીને કોઝવે પરથી પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન બે યુવકોએ પાણીમાં નાહવા જવા માટે જીદ કરી હતી. જયારે અન્ય બધા યુવકોએ નાહવા જવાની ના પાડી હતી. તેમ છતાં બને યુવકો ન માન્યા અને મોઢું ધોવા માટે કોઝવેના પાણીમાં રેલિંગ ક્રોસ કરીને નીચે ઉતર્યા હતા. તે દરમ્યાન એક યુવકનો પગ સ્લીપ થયો હતો અને બીજો તેને બચાવવા જતાં તે પણ પાણીમાં ડૂબી ગયો હતો.
108ની ટીમ દ્વારા બને યુવકોને સુરત સ્મિમેર હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા. સ્મિમેર હોસ્પિટલમાં તબીબી તપાસ બાદ મૃત જાહેર કર્યા હતા. વિનોદ અને મદનલાલ બને મિત્રો હતા અને તે બને ગિફ્ટ આર્ટિકલની દુકાનમાં સાથે કામ કરતા હતા. જેથી ધુળેટી ઉજવ્યા બાદ બને યુવાનો ન્હાવાનું નક્કી કર્યું હતું. તે દરમ્યાન બને ઊંડા પાણીમાં ગરક થઈ જતા મોત ને ભેટ્યા હતા. આશાસ્પદ યુવાનોના મોતને પગલે પરિવાર અને સમાજના લોકો શોક માં ગરકાવ થઈ ગયા હતા.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.