જુવાનજોધ દીકરો રખડતો રહ્યો પણ છેવટે ઇન્જેક્શન ન મળતા કોરોનાગ્રસ્ત માતાનું થયું કરુણ મોત

હાલમાં એક ખુબ કરુણ ઘટના રાજ્યના અમદાવાદ શહેરમાંથી સામે આવી છે. 65 વર્ષની મહિલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હોવાથી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. વધારે તબિયત લથડતાં ડૉક્ટરે સંબંધીને બોલાવી ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મેનેજ કરવા માટે કહ્યું હતું.

દર્દીનો દીકરો તેમજ સગાંએ આ ઈન્જેક્શન લેવા માટે રોકડ રકમ 65,000 રૂપિયા લઈને શહેરમાં 10થી વધારે જગ્યાએ સતત 4 કલાક તપાસ કરવા છતાં ક્યાંય પણ ટોસિલિઝુમેબ ઈન્જેક્શન મળી શક્યું ન હતું. દર્દીના સગાંએ આક્ષેપ મુક્યો હતો કે, ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ન મળવાને લીધે મોત થયું છે.

શહેરની 10 જેટલી હોસ્પિટલમાં રખડ્યા:
કૃષ્ણનગરમાં રહેતા નયનાબેન વોરાને નિકોલમાં આવેલ કાનબા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. બુધવારની સાંજે ડૉક્ટરે સગાંને બોલાવી જણાવ્યું હતું કે, સમયસર ટોસિલિઝુમેબ ઈન્જેક્શન ન આપવામાં આવે તો જોખમ ઉભું થઈ શકે છે. ડૉક્ટરની વાત સાંભળીને તેમનો દીકરો તથા સગાંઓ શહેરની 10 જેટલી હોસ્પિટલમાં ઈન્જેક્શન લેવા માટે દોડયાં હતાં.

નયનાબેનના ભત્રીજા કપિલભાઈ જણાવે છે કે, એક ઈન્જેક્શનની કિંમત 40,000 રૂપિયા છે પરંતુ એ માર્કેટમાં ઉપલબ્ધ નથી. 40,000 રૂપિયાનાં ઈન્જેક્શન માટે 65,000 રૂપિયા ખર્ચ કરવા માટે તૈયાર હતા, એમ છતાં ઈન્જેક્શન ન મળતા સ્વજન ગુમાવવા પડ્યાં હતાં.

રેમડેસિવિર ઇન્જેક્શન લેવા લોકોની પડાપડી:
શહેરમાં એક તરફ કોરોના સંક્રમણ અટકવાનું નામ નથી લઈ રહ્યું છે, ત્યારે બીજી તરફ હવે અમદાવાદમાં રેમડેસિવિર ઇન્જેક્શન લેવા માટે લોકોની પડાપડી થઈ રહી છે. સરકારી હોસ્પિટલમાં રેમડેસિવિર ઉપલબ્ધ હોવાની વાતોને પગલે આજે સોલા સિવિલ ખાતે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. જોકે હકીકતમાં આ વાત માત્ર અફવા હતી. લોકો કોરોનાથી પોતાનાં સ્વજનોને બચાવવા માટે ઇન્જેક્શન લેવા માટે દોડાદોડી કરી રહ્યા છે. ઝાયડસ હોસ્પિટલની બહાર લોકો કલાકો લાંબી લાઈનો લગાવીને ઊભેલા જોવા મળી રહ્યા છે.

સોલા સિવિલમાં રેમડેસિવિર ખરીદવા માટે લાગી ભીડ:
કોરોનાનાં ગંભીર લક્ષણો ધરાવતા દર્દીઓની સારવાર અર્થે રેમડેસિવિર ઈન્જેક્શનનો ઉપયોગ વધવા લાગ્યો છે. આવા સમયમાં સોલાની સિવિલમાં રેમડેસિવિર મળતા હોવાના સમાચારને લીધે લોકોની ભીડ ત્યાં એકત્ર થઈ ગઈ હતી. હકીકતમાં સોલા સિવિલમાં રેમડેસિવિરનો કોઈ સ્ટોક આવ્યો નથી. આ વાત ફક્ત અફવા હતી પણ રેમડેસિવિર લેવા માટે લોકો સતત પેનિક કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *