છોટા ઉદયપુરમાં મધરાત્રે સ્વીફ્ટ ગાડી ધડાકા ભેર ઝાડ સાથે અથડાતા પલ્ટી મારી ગઈ – પતરાં ચીરી બહાર કાઢયો મૃતદેહ

Accident in Chhota Udaipur: હાલ ગુજરાત રાજ્યમાં અકસ્માતના કિસ્સાઓ યથાવત ચાલી રહ્યો છે.રાજ્યના સંખેડાના લોટીયા પાસે ગઈ મોડી રાત્રે એક સ્વિફ્ટ ડીઝાયર કાર ઝાડ(Accident in Chhota Udaipur) સાથે ભતકાતા કારચાલક શિક્ષકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

રાજ્યના છોટા ઉદેપુર જિલ્લાના કાવિઠા ગામના વતની અને સી.આર.સી. તરીકે ફરજ બજાવતા રજનીશભાઈ શામળભાઇ બારીયા પોતાની સ્વિફ્ટ ડીઝાયર કાર લઈને રાત્રે 11 વાગ્યે કાવિઠાથી વડોદરા જવા નીકળ્યા હતા.ત્યારે લોટીયા પાસે તેમણે કારના સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દીધો હતો અને કાર ગુલમોહરના ઝાડ સાથે ભટકાઇને પલટી ખાઈ ગઈ હતી. જેમાં ચાલક રજનિશભાઈ બારીયા ગાડીમાં ફસાઈ ગયા હતા અને ઘટનાસ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું.

આ કાર ઝાડ સાથે ભટકાઈને એવી ફસાઈ ગઈ હતી કે તેને કાઢવા માટે ક્રેન પણ બોલાવવી પડી હતી. ફસાયેલા રજનીશભાઈને નજીકમાંથી લોકોએ આવીને ઉંચકીને બહાર કાઢ્યા હતા. આ અંગે સંખેડા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *