ગુજરાત(Gujarat): અમદાવાદથી દિલ્હી(Ahmedabad to Delhi) જતી આશ્રમ એક્સપ્રેસ(Ashram Express) ટ્રેનમાં બેદરકારીનો મોટો મામલો સામે આવ્યો છે. ફુલસ્પીડમાં જઈ રહેલ ટ્રેનના એન્જિનમાં બેઠેલા એક વ્યક્તિએ ઈમરજન્સી ડિવાઈસ(Emergency device) સાથે ચેડાં કર્યા. એટલું જ નહીં તેણે આ પરાક્રમ ફેસબુક પર લાઈવ પણ કર્યું હતું. ઘટનાની જાણકારી મળતા જ રેલવે પ્રશાસનમાં અફરા-તફરી મચી ગઈ હતી. વિભાગે આ ઘટના માટે જવાબદાર ત્રણ કર્મચારીઓને સસ્પેન્ડ કરવા માટે આરોપીઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે.
મળતી માહિતી અનુસાર, આઘટના સોમવારના રોજ સાંજની બાંદીકુઈ જંકશનની છે. જ્યાં જયપુરથી પહોંચેલી આશ્રમ એક્સપ્રેસમાં ચીફ લોકો ઈન્સ્પેક્ટર (ડ્રાઈવર) સંતોષે પોતાના સંબંધી સુખરામનની ટિકિટ કન્ફર્મ ન હોવાથી કેબિન (એન્જિન)માં બેસાડ્યો.
જેવી ટ્રેન જંકશનથી નીકળી કે તરત જ સુખરામે કેબિનમાંથી તેના ફેસબુક પેજ પર લાઈવ શરૂ કર્યું. તે પોતે ટ્રેન ચલાવતો હોવાનો દાવો કરીને લાઈવ કરતો રહ્યો. વીડિયોમાં તે ટ્રેન ચલાવતા સાધનો સાથે છેડછાડ કરતો જોવા મળે છે. તે સમયે ટ્રેનમાં 800થી વધુ મુસાફરો સવાર હતા.
ત્રણ કર્મચારીને કરવામાં આવ્યા સસ્પેન્ડ:
જયપુર મંડલના DRM નરેન્દ્રએ જણાવ્યું કે તપાસમાં આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે ઘટી હતી. જયપુર મંડલના રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલટ મનીષને તાત્કાલિક પ્રભાવથી સસ્પેન્ડ કરી દીધા છે.
જયપુર ડિવિઝનના DRM નરેન્દ્રએ જણાવ્યું કે, તપાસમાં આ ઘટના બાંદીકુઈથી દિલ્હી વચ્ચે બની હતી. રેલવે ચીફ લોકો ઈન્સ્પેક્ટર સંતોષ, લોકો પાયલટ પ્રદીપ મીણા અને આસિસ્ટન્ટ લોકો પાયલટ મનીષને તરત જ પ્રભાવથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.
એન્જિનમાં બેસેલો વ્યક્તિ સુખરામ દિલ્હી પહોંચી ગયો છે. તેના વિરૂદ્ધ પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. વધુ તપાસ માટે એક કમિટી બનાવવામાં આવી છે. આ પ્રકારે મુસાફરી કરવી અને કરાવવી ખોટું છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.