‘કરે એવું ભોગવે’: અક્સ્માત સર્જી ભાગેલો કાર ચાલક ૪૦ કિમી દુર થાંભલા સાથે ભટકાયો અને…

ડેડિયાપાડા(ગુજરાત): યુવાન મૂરી કામ માટે ભરૂચ આવ્યો હતો. ભરૂચથી પરત જતી વખતે ડેડિયાપાડાના નિંઘટ ગામ પાસે અકસ્માત સર્જ્યો હતો. ત્યારબાદ કાર ચાલક સ્થળ પરથી ભાગવાની ફિરાકમાં કાર 40 કિમી દૂર વાલિયા પાસે રોડ સાઈડના થાંભલા સાથે ભટકાઈ હતી. ત્યાંથી પણ કાર ચાલક પોતાનો જીવ બચાવી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્તના પરિવારજનોએ ડેડિયાપાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે તપાસ શરુ કરી છે.

ખુરદી ગામનો વિપુલ રાયસિંગ વસાવા બાઈક લઈને ભરૂચ મજૂરી માટે આવ્યો હતો. ગુરૂવારે ભરૂચથી ઘરે પરત જતાં નિંઘટ ગામ પાસે ડેડિયાપાડા તરફથી આવતી એક કારે બાઈકને અડફેટે લીધી હતી. જેમાં વિપુલને શરીરે ગંભીર ઈજા પહોંચી હતી. તેને ડેડિયાપાડા પછી રાજપીપલા અને વાઘોડિયા ખાતે તેની સારવાર ચાલી રહી છે.

કાર ચાલક ત્યાંથી નેત્રંગ તરફ ફરાર થઇ રહ્યો હતો. કાર ચાલક વાલિયા નજીકથી પસાર થતાં રોડ સાઈડમાં થાંભલામાં કાર ભટકાતા બીજી વાર અકસ્માત સર્જાયો હતો. બાઈકમાં કારની નંબર પ્લેટ ફસાઈ જતાં કારના નંબરને આધારે આ ઘટનાની જાણ થઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો. https://play.google.com/store/apps/details?id=com.trishul.news
અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *