દારૂના નશામાં ગાંડોતુર થયો યુવક, વીજળીના થાંભલા પર ચડી આખું ગામ માથે લીધું- જુઓ વિચલિત કરતો વિડીયો

ઈન્ટરનેટની આ દુનિયામાં સોશિયલ મીડિયા(Social media) પર અવારનવાર અનેક વિડીયો વાયરલ(Viral video) થતા હોય છે. જે વિડીયો પૈકી અમુક વિડીયો તો એવા હોય છે જે વિડીયોને જોતા આપણો શ્વાસ બે ઘડી માટે થંભી જાય છે. આ પ્રકારના ખતરનાક વિડીયોને જોતા જ આપણી આંખો ખુલીને ખુલી જ રહી જાય છે. ત્યારે હાલમાં આવો જ એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જેને જોઇને તમારા પણ રૂવાડા બેઠા થઇ જશે.

વાયરલ થઇ રહેલા આ વિડીયોમાં દારૂના નશામાં ગાંડોતુર બનેલો યુવક વીજળીના થાંભલા પર ચડી ગયો હતો.આ નશેડીને પોતાના જીવની કાઈ પણ પરવાહ ન હોય તેવું લાગી રહ્યું હતું. આ દારૂના નશામાં ધુત થયેલા વ્યક્તિને જોઇને સૌ કોઈ લોકોની આખો પહોળી થઇ ગઈ હતી.

આ પ્રકારની ઘટના છોટાઉદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં બની હતી. જ્યાં એક શખ્સ નશાની હાલતમાં વીજળીના થાંભલા પર ચડી ગયો હતો. જેને લીધે સમગ્ર ગામમાં દોડધામ મચી જવા પામી હતી. આ ખતરનાક દ્રશ્યોને જોવા માટે લોકોના ટોળેટોળા એકત્ર થઇ ગયા હતા. આ શખ્સે થાંભલા પર ચડીને આખું ગામ માથે લેતા અંતે પોલીસને બોલાવવાની ફરજ પડી હતી.

વીજ કંપનીના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યાં: છોટાઉદપુર જિલ્લાના સંખેડા તાલુકાના હાંડોદ ગામમાં વીજળીના થાંભલા પર ચડી ગયેલા એક વ્યક્તિએ એક કલાક સુધી હંગામો મચાવ્યો હતો. સ્થાનિકોએ સમજાવવા છતાં શખ્સ માન્યો નહોતો અને તે વીજળીના થાંભલા પરથી નીચે ઉતરવા તૈયાર નહોતો. જેને લીધે હાંડોદ ગામના સરપંચ વિશાલ પટેલે પોલીસ અને જી.ઇ.બી.ને આ અંગેની જાણ કરી હતી. જેથી સંખેડા પોલીસ અને વીજ કંપનીના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તાત્કાલિક પણે વીજ પ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો.

નશાની હાલતમાં આ હરકત કરી હોવાનું સામે આવ્યું: પોલીસ અને જી.ઇ.બી.ના કર્મચારીઓએ આવીને આ શખ્સને થાંભલા પરથી નીચે ઉતાર્યો હતો. વીજળીના થાંભલા પર ચડી ગયેલો શખ્સે નશો કરેલો હોવાનું સામે આવ્યું છે. પોલીસ આ શખ્સને સંખેડા પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને આ મામલા અંગે આગળની તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *