ભાજપના મોવડીઓએ માંડ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારનો ગુસ્સો શાંત કર્યો છે.એવામાં તેમના જ જિલ્લાના બીજા એક ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવનો ગુસ્સો પણ સાતમા આસમાને છે. તેઓ પોતાના બેબાક નિવેદનો માટે જાણીતા છે.તેમના મત વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. મહેસૂલ મંત્રાલયમાં ફાઇલ પેન્ડિંગ હોવાથી મધુ શ્રીવાસ્તવે અધિકારીઓ પર નારાજગી વ્યક્ત કરી છે.
અલગ અલગ વિકાસના કામો ન થતા હોવાથી નારાજગી હોવાનો સૂર તેમણે આલાપ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા પણ મધુ શ્રીવાસ્તવની અધિકારીઓ સામે નારાજગી સામે આવી હતી.બે દિવસથી નારાજ ચાલી રહેલા સાવલીના ધારાસભ્ય કેતન ઈનામદારને આખરે ગઈકાલે ભાજપના પ્રદેશ મોવડીઓએ તેમને મનાવ્યા હતા અને કેતન ઈનામદારે પોતાનુ રાજીનામુ પાછું ખેંચ્યું હતું. ત્યારબાદ હવે મધુ શ્રીવાસ્તવે પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
મધુ શ્રીવાસ્તવે કહ્યું કે, તેમના મત વિસ્તારના કામ ન થતાં હોવાથી તેમણે રાજીનામાની ચીમકી આપી છે. ધારાસભ્યએ મહેસૂલ મંત્રી કૌશિક પટેલ પર આરોપ મૂકતા કહ્યું કે, વાઘોડિયાના તળમાં મંદિર બનાવવા મામલે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે મહેસૂલી વિભાગ પાસેથી મંજૂરી માગી હતી. કૌશિકભાઇએ હજુ મારું કામ કર્યું નથી, તેઓ જૂઠ્ઠા છે. જો મારું કામ નહિ થાય તો હું રાજીનામુ આપી દઈશ એવી ચીમકી ઉચ્ચારી હતી.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.
https://play.google.com/store/apps/details?id=com.trishul.news
તમે અમને વોટ્સેપ, ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.