હૉસ્પિટલમાં અંતિમશ્વાસ લઇ રહેલી વૃદ્ધ માતાએ દીકરાઓને બોલાવ્યાં અને જવાબ મળ્યો મરી જાય તો અંતિમવિધિ કરી નાખજો

ત્રણ ત્રણ સુખી સંપન્ન અને સક્ષમ દિકરાઓ હોવા છતાં એક મા નિરાધાર, લાચાર અને મજબૂર બની છે. રતનપરના મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં 65 વર્ષના વૃદ્ધા છેલ્લા સાડાપાંચ વર્ષથી પુત્રોની રાહ જોઇ રહી હતી, કાલે મારો એક દીકરો તો આવશે, મને તેની સાથે લઇ જશે પરંતુ તેની આશા કયારેય પૂરી થઇ નહી. છેલ્લે સ્થિતિ એ આવી કે એ વૃદ્ધા જીવનના છેલ્લા શ્વાસ ગણી રહીછે, મોત સામે હોસ્પિટલમાં ઝઝુમી રહી છે, હજુ પણ પુત્રનું રટણ તેના મુખમાં છે પરંતુ પુત્ર ડોકાયો તો નહી પરંતુ સ્પષ્ટ કહી દીધું કે તેને સ્મશાને લઇ જજો અમારે કંઇ લેવા દેવા નથી.

માતાને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા

રતનપરમાં આવેલા મહેશ્વરી માતાજી વૃદ્ધાશ્રમમાં રહેતા લલીતાબેન આર શાહ (ઉ.વ.65)ની શનિવારે સવારે તબીયત લથડી હતી, વૃદ્ધાને છાતીમાં દુખાવા સાથે ઉલ્ટી થતી હતી, વૃદ્ધાશ્રમના  સંચાલકો પ્રવીણસિંહ ઝાલા, સત્યનારાયણભાઇ અગ્રવાલ અને મેનેજર મોહીતભાઇ દુધરેજીયાએ ડૉક્ટરને બોલાવી પ્રાથમિક સારવાર કરાવી હતી, પરંતુ તબીયત વધુ લથડતાં તેને રાત્રે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. વૃદ્ધાની હાલત ગંભીર હોય તેમને આઇસીયુ વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા હતા.

પુત્રે કહ્યું: મારે કંઇ લેવા દેવા નથી, મૃત્યુ પામે તો તમે સ્મશાને લઇ જજો

વૃદ્ધાશ્રમના મેનેજર મોહીતભાઈ જણાવી છે કે,  લલીતાબેનને સંતાનમાં તેઓને ત્રણ પુત્ર છે, એક પુત્ર ગાંધીનગરમાં એન્જિનીયર છે, બીજો પુત્ર અશોક શાહ રાજકોટમાં રહે છે અને હાલ તેના ત્રીજા પુત્રનું નામ જાણવા મળ્યું નથી, પહેલા વૃદ્ધા અને તેનો પરિવાર રાજકોટના કાલાવડ રોડ પર રહેતો હતો. કાલાવડ રોડ પરની સંયુક્ત મિલકત અશોક શાહના નામે થયા બાદ અશોકે અસલી રંગ બતાવ્યો હતો, સાડાપાંચ વર્ષ પહેલા લલિતાબેનને ઘરમાંથી કાઢી મુકાયા હતા. લાચાર વૃદ્ધા મોરબીના વૃદ્ધાશ્રમમાં પાંચ મહિના રહ્યા બાદ છેલ્લા છ મહિનાથી રતનપરના વૃદ્ધાશ્રમમાં રહે છે. વૃદ્ધાશ્રમમાં લલિતાબેન સતત તેમના પુત્ર અશોકનું નામ રટતા રહે છે, અશોકના ઘરે જવા અનેક વખત જીદ કરતા હતા, ત્યારે વૃદ્ધાશ્રમના કર્મચારીઓ અશોકને ફોન કરી વૃદ્ધાને તેડી જવાનું કહેતા હતા, પરંતુ અશોક ‘મારે કંઇ લેવા દેવા નથી, મૃત્યુ પામે તો તમે સ્મશાને લઇ જજો’ તેમ કહી ફોન કાપી નાખતો હતો.

અશોક કદાચ હોસ્પિટલે આવશે ત્યારે આંખ પુરતી ખુલશે પણ નહી

શનિવારે વૃદ્ધાની હાલત ગંભીર થઇ ગઇ હતી, તેઓને શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી, બોલી શકતા નહોતા, છતાં તેમના મુખે અશોકનું નામ ચાલું જ હતું, પુત્ર વૃદ્ધાની ખબર પુછશે નહી તેના તરફથી સારો પ્રત્યુતર નહી મળે તે વાતની ખાત્રી હોવા છતાં મોહિતભાઇએ ફોન કર્યો હતો, ફોન રિસિવ કરતાની સાથે જ અશોકે કહ્યું હતું કે, ‘હું બહાર ગામછું, મને ફોન કરતા નહી’, આમ છતાં લલીતાબેનનો પુત્ર મોહ છુટ્યો નહોતો અને અશોકને ફોન લગાડવાનું કહ્યું હતું, ફરીથી ફોન લગાવી વૃદ્ધાને ફોન આપ્યો હતો, લલીતાબેને બે વખત અશોક-અશોક કહ્યું હતું પરંતુ પુત્રએ ફોન કાપી નાખ્યો હતો અને ત્રીજી વખત ફોન રિસિવ જ કર્યો નહોતો. એ વૃદ્ધાની આંખ ધીમે ધીમે મીંચાઇ રહી છે, છતાં તેને પુત્રના આવવાની આશા છે, અશોક કદાચ હોસ્પિટલે આવશે ત્યારે આંખ પુરતી ખુલશે પણ નહી, પરંતુ એ પુત્ર આવે છે કે કેમ તેની કોઇ ખાત્રી વૃદ્ધાશ્રમના સંચાલકો આપી શક્યા નહોતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *