કોરોના પોઝીટીવ દિલીપભાઈ ગોંડલિયાનું અવસાન થતા પરિવારને કહ્યા વગર સિવિલે અંતિમ સંસ્કાર કરી નાખ્યો

હાલમાં સુરતમાં અમદાવાદ ની રીતે જ કેસ સામે આવી રહ્યા છે. આ વચ્ચે એક ચોકાવનારી ઘટના સામે આવી છે જેમાં સુરત સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીનું મોત થયા બાદ તેના અંતિમ સંસ્કાર પણ કરી દેવામાં આવ્યાં તેમ છતાં દર્દીના પરિવારને જાણ સુધ્ધાં ન કરવામાં આવી હોવાનું પરિવારજનોએ આક્ષેપ સાથે જણાવ્યું છે.સુરતની નવી સિવિલ હોસ્પિટલ અને વિવાદ સિક્કાની બે બાજુ છે. તેવામાં નવી સિવિલ હોસ્પિટલના કોવિડ 19 હોસ્પિટલના તંત્રની ગંભીર બેદરકારી સામે આવી છે.

કોરોનાનાં કારણે એક રત્નકલાકરનું મોત સારવાર દરમિયાન નિપજ્યું હતું અને પરિવારને જાણ કર્યા વગર અંતિમ વિધિ કરવામાં આવતા પરિવારના સભ્યો અંતિમ દર્શન કરવાના પણ રહી ગયા હતા. દિલીપભાઈને 17મી જુન ના રોજ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ સિવિલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં. 24મીની રાત્રે 11 વાગ્યે પરિવારના સભ્યોએ દિલીપભાઈ સાથે વાત કરી હોવાનું કહેતા મૃતકના ભત્રિજા કિશન ગોંડલીયાએ કહ્યું કે, 25મીએ બપોરે એક વાગ્યે તેઓ દર્દીને મળવા ગયા ત્યારે ખબર પડી કે તેમનું મોત તો સવારે સાડા પાંચ વાગ્યે થઈ ગયું છે અને અંતિમ સંસ્કાર પણ એકતા ટ્રસ્ટ દ્વારા કરી દેવામાં આવ્યાં છે.

મૂળ ગીરના વતની અને હાલ કતારગામના શક્તિનગરમાં રહેતાં દિલીપભાઈને બે સંતાનો છે જેઓ અસ્થિ માટે ટ્રસ્ટની ઓફિસ પહોંચ્યા હતા અને સિવિલ તંત્રની બેદરકારી અંગે સવાલો ઉઠાવ્યાં હતાં. દિલીપભાઈ મગનભાઈ ગોંડલીયા ધર્મનંદન હીરા પેઢીમાં રત્નકલાકર તરીકે હીરા ઘસવાનું કામ કરતા હતા. હીરાનાં ઉદ્યોગમાં કોરોનાનું સંક્રમણ વધતાં દિલીપભાઈ પણ સંક્રમિત થયા હતા અને રિપોર્ટ પોઝિટિવ આવતાં સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં 17 મીએ દાખલ થયા હતા.

24મીએ રાત્રે 11 વાગે પરિવારની વાત પણ દિલીપભાઈ જોડે થઈ હતી અને 25મીએ તેઓનું મળસ્કે 5:30 વાગ્યે મૃત્યુ થયું હતું. પિતાના મોત બાદ સિવિલ તંત્રે પરિવારને જાણ કરી ન હતી અને ગાઈડલાઇન્સ મુજબ અંતિમવિધિ થયા બાદ બીજા દિવસે સવારે ખબર પડી કે પિતાનું મોત થયું છે. અને પરિવાર પિતાના અંતિમ દર્શન પણ કરી શક્યું ન હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો ત્રિશુલ ન્યુઝની એન્ડ્રોઇડ એપ મોબાઇલ એપ્લિકેશન. અથવા Google Play Store માં જઈને Trishul News સર્ચ પણ કરી શકો છો.

https://play.google.com/store/apps/details?id=com.trishul.news

અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *