માસ્ટર માઈન્ડ યુવતીએ એક ખેડૂતને પોતાની માયાજાળમાં એવો ફસાવ્યો કે, ગુમાવવા પડ્યા ચાર લાખ રૂપિયા

રાજકોટ(ગુજરાત): હાલમાં સમગ્ર રાજ્યમાં હનીટ્રેપ(Honeytrap)ના કિસ્સા ઘણા વધી રહ્યા છે. ત્યારે રાજકોટ(Rajkot)ના ધોરાજી(Dhoraji)માં શાતિર દિમાગની મહિલાએ ફોન પર ફરિયાદીને ફોસલાવીને 4 લાખ રૂપિયા પડાવી લેવાનો કિસ્સો સામે આવ્યો છે. જાણવા મળ્યું છે કે, આ મામલે ચાર આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે. ધોરાજી પોલીસ(Police) દ્વારા હાલમાં ચારેય આરોપીઓને ઝડપી પાડીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

મળતી માહિતી મુજબ, રાજકોટના ધોરાજીમાં એક મહિલાએ ફોન પર વાતો કરીને ફરિયાદીને ફસાવ્યો હતો. મહિલાએ ફરિયાદીને ચોકીથી અકાળા ગામ સુધી મુકી જવા કહ્યું હતું. આ દરમિયાન રસ્તામાં અરવિંદ ગજેરા નામના વ્યક્તિએ પોલીસ હોવાની ઓળખ આપીને તેને રોક્યો હતો. ત્યારે અન્ય બે શખ્સો પણ ત્યાં આવી પહોચ્યા હતા. આમ ચારેય જણા ફરિયાદીને ગીર જંગલમાં લઇ ગયા હતા. જ્યાં ફરિયાદીને ધાક ધમકી આપીને પૈસાની માંગણી કરી હતી. આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી અલગ અલગ સમયે 4 લાખ રૂપિયા પડાવવામાં આવ્યા હતા.

આ અંગે હનીટ્રેપનો ભોગ બનનાર 59 વર્ષીય ખેડૂત શંભુભાઈ ભાગિયાએ જણાવ્યુ કે, પરબત ઠાકોર, ભરત પારઘીએ મને એવું કહ્યું હતું જીન્નત તેમના પરિવારની જ વ્યક્તિ છે અને જીન્નતને કારમાં અકાળા ગામે મૂકી જજો. ત્યારે રસ્તામાં સરકલીયા હનુમાન મંદિર નજીક જંગલ વિસ્તારમાં રોડ પર અગાઉના કાવતરા અનુસાર અરવિંદ ગજેરા બાઈક લઈને પાછળ આવ્યો હતો અને કાર અટકાવી ‘મારી પત્નીને કેમ લઈ જાવ છો?’ તેમ કહીં મને ધમકાવ્યો હતો.

ત્યારબાદ નાની પરબડીના પરબત ઠાકોર, ભરત પારઘી વચ્ચે આવી ગયા હતા અને કારમાં ગુપ્ત રીતે અપહરણ કરી લઈ ગયા હતા. આ શખ્સો દ્વારા પોતાની પોલીસ તરીકે ઓળખ આપવામાં આવી હતી અને ડરાવી ધમકાવી સોનાની વીંટી પડાવી લીધી હતી. આ સાથે જ અવારનવાર ફોન કરી ચાર લાખ જેવી રોકડ રકમ પડાવી લીધી હતી. જાણવા મળ્યું છે કે, ધોરાજીમાં હનીટ્રેપમાં ફસાવી લાખોનો તોડ કરનાર ટોળી વિરુદ્ધ ગુનો દાખલ થયા બાદ પોલીસ દ્વારા આ ટોળીનાં આરોપીઓને દબોચી લઇ તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો છે.

આ અંગે મળતી મળતી માહિતી અનુસાર, ધોરાજીના નવા બસ સ્ટેન્ડ નજીક રહેતા એક ખેડૂતને રાજકોટની જીન્નત ઉર્ફે બિલીબેન અલારખાભાઈ શેરવાડીયા, પરબત ભીખા કુવાડીયા, ભરત ડાયા પારઘી તેમજ અરવિંદ આંબા ગજેરા મળીને હનીટ્રેપમાં ફસાવી રૂપિયા પડાવ્યા હતા. આ અંગે ધોરાજી પોલીસમાં ફરિયાદ થતા પોલીસ દ્વારા આઈપીસી કલમ 365-384-386-120 મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ બનાવમાં પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરી આરોપીઓને દબોચી લેવામાં આવ્યા છે. પોલીસ તપાસમાં સામે આવ્યું કે, આ ટોળકી દ્વારા અન્ય લોકોને પણ હનીટ્રેપમા ફસાવીને તેમની પાસેથી રૂપિયા વસૂલવામાં આવ્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *