ગુજરાત(Gujarat): બે દિવસ અગાઉ વીજ કંપનીનાં એક કર્મચારી(UGVCL employee) દ્વારા નાગરિકોને વીજ બિલ સમયસર ભરવા માટે ગીત ગાઈને લોકોને સમજાવતો વિડીયો ખુબ જ વાયરલ થયો હતો. ત્યારે હવે તેનાં જવાબમાં વીજ ગ્રાહક દ્વારા સોશિયલ મીડિયા(Social media)માં એક લાચાર ખેડૂતનો વિડીયો(Video) પણ વાયરલ થવા પામ્યો છે. જેમાં તે ખેડૂત ગીત ગાઈને જણાવી રહ્યો છે કે, હાલ માર્કેટમાં કપાસનાં ભાવ પણ નથી કે ડુંગળીનાં ભાવ પણ નથી મળી રહ્યા. તો પછી લાચાર ખેડૂત કેવી રીતે લાઈટ બિલ ભરે. ત્યારે એક લાચાર ખેડૂત ગીત ગાઈને પોતાની વ્યથા વ્યક્ત કરી રહ્યો હોય તેવો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.
મહત્વું છે કે, લાઇટબિલ ન ભરતા લોકો માટે ખાસ એક ગીત તૈયાર કરવામાં આવ્યું હતું અને આ ગાઈ અને લોકોને લાઇટ વીજબીલ સમયસર ભરવા માટે એક અનોખી રીતે જ અપીલ કરવામાં આવી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થયો હતો.
ત્યારે હવે લાચાર ખેડૂતે કટાક્ષ ભર્યું ગીત ગાઈને વીજ કર્મચારીને આપ્યો વળતો જવાબ આપ્યો છે અને કહ્યું છે કે, કપાસના ભાવ નથી મળતા, ડુંગળીના ભાવ નથી મળતા તો કેવી રીતે લાઈટબીલ ભરવું. તે પ્રકારનું ગીત ખેડૂત ગાઈ રહ્યો છે. હાલમાં આ ખેડૂતનો વિડીયો સોશિયલ મીડિયા પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.
વાયરલ થઇ રહેલા આ વિડીયોને જોઇને એક લાચાર ખેડૂતને આખું વર્ષ મહેનત કરવા છતાં પણ સરખા ભાવ નથી મળતા તેને લઈને પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. લોકો હાલમાં આ વિડીયોને સોશિયલ મીડિયાના માધ્યમથી ખુબ જ શેર કરી રહ્યા છે.જેમાં એક ખેડૂત પોતાની વ્યથા વ્યક્ત કરીને ગીત ગાય રહ્યો છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ ત્રિશુલ ન્યૂઝ Trishul News સાથે. અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો. વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરો.